અમેરિકામાં 5થી 11 વર્ષના બાળકો માટેની Pfizer વેક્સિનને મળી મંજૂરી
- બાળકોને મળશે વેક્સિન
- અમેરિકામાં pfizerને મળી મંજૂરી
- 5-11 વર્ષના બાળકોને મળશે વેક્સિન
નવી દિલ્લી: ફેડરલ હેલ્થ રેગ્યુલેટર્સે ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે, વિશેષ રીતે તૈયાર કરવામાં આવેલી ફાઈઝર વેક્સિન પ્રાથમિક શાળાના બાળકોમાં લક્ષણ સંક્ર્મણને રોકવા માટે અત્યંત અસરકારક છે, તે બાદ હવે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ શુક્રવારે પાંચ વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે Pfizer Inc. અને BioNTech SE કોરોના વેક્સિનને મંજૂરી આપી છે.
અમેરિકામાં બાળકોનું વેક્સિનેશન શરૂ કરવાની વિચારણા વચ્ચે નિયમનકારે આ વાત કરી હતી કે વેક્સિનથી કોઈ અણધારી સલામતી સમસ્યાઓ ઊભી થતી નથી. FDA ફાઇઝર સંબંધિતએ પૃથ્થકરણ સાથે સંબંધિત માહિતી એ સમયે આપી છે જયારે આવતા અઠવાડિયે જાહેર સભામાં ચર્ચા થવાની હતી કે દેશમાં પાંચથી 11 વર્ષની વયના લગભગ 2.8 કરોડ બાળકો માટે રસીના ડોઝ તૈયાર છે કે કેમ.
એફડીએના વૈજ્ઞાનિકોએ તેમના વિશ્લેષણમાં જણાવ્યું હતું કે આ રસી કોરોના વાયરસના સંક્ર્મણને કારણે હોસ્પિટલમાં દાખલ થવા અથવા મૃત્યુના જોખમને ઘટાડવામાં ફાયદાકારક છે. આ રસીનો ફાયદો એ છે કે કોઈપણ સંજોગોમાં બાળકોમાં રસીની કોઈપણ ગંભીર આડઅસર થતી નથી.
ફાઈઝર અમેરિકામાં બાળકોને આપવામાં આવતી પ્રથમ રસી બની ગઈ છે. જો કે, આ 5થી 11 વર્ષના બાળકો માટે આ વેક્સિનનો ડોઝનો સ્ટોક હાલમાં ઉપલબ્ધ નથી. તે જ સમયે, યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનને હજુ પણ રસીની ડોઝ કેવી રીતે કરવી તે અંગેની સૂચનાઓની જરૂર છે.