1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત સરકારનું દેવું વધીને 3.81 લાખ કરોડને વટાવી જતાં માથાદીઠ દેવું 65,597 થશેઃ કોંગ્રેસ
ગુજરાત સરકારનું દેવું વધીને 3.81 લાખ કરોડને વટાવી જતાં માથાદીઠ દેવું 65,597 થશેઃ કોંગ્રેસ

ગુજરાત સરકારનું દેવું વધીને 3.81 લાખ કરોડને વટાવી જતાં માથાદીઠ દેવું 65,597 થશેઃ કોંગ્રેસ

0
Social Share

ગાંધીનગરઃ વર્ષ 2022-23માં રાજ્યનું રૂ. 3,38,476 કરોડ દેવું હતું તે વધીને વર્ષ 2023-24માં રૂ. 3,81,380 કરોડ થયું છે એટલે કે દેવામાં રૂ. 42,904 ૪૨ કરોડનો વધારો થયો છે. વર્ષ 2024-25માં રાજ્યના દેવાનો અંદાજ રૂ. 4,26,380 કરોડ છે એટલે કે તેમાં છેલ્લા વર્ષની સરખામણીએ રૂ. 45,000 કરોડનો વધારો થશે. આમ, વર્ષ  2022-23ના સરખામણીએ વર્ષ 2024-25માં રૂ. 87,904 કરોડનો વધારો થયો. વર્ષ 2024-25માં દરેક ગુજરાતીના માથાદીઠ દેવું રૂ. 65,597 થશે. તેમ ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમારે જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર વર્ષ 2024-25માં રૂ. 77,500 કરોડનું દેવું લેશે એટલે કે દૈનિક અંદાજે રૂ. 212 કરોડનું દેવું કરવામાં આવશે. 2024-25માં રાજ્ય સરકાર રૂ. 29,084 કરોડ જાહેર દેવાની ચૂકવણી કરશે એટલે કે દૈનિક રૂ. 80 કરોડની રકમ દેવાની રકમ ચૂકવવામાં જશે. એટલે કે દૈનિક રૂ. 212  કરોડ લેશે તેની સામે દૈનિક રૂ. 80 કરોડ પરત કરશે. રાજ્યની કુલ આવક વર્ષ 2022-23માં રૂ. 1,99,408  કરોડ એટલે કે દૈનિક રૂ. 546  કરોડ અને વર્ષ 2024-25માં રૂ. 2,29,653 કરોડ એટલે કે દૈનિક રૂ. 629 કરોડ થશે. એટલે કે વર્ષ 2022-23ના પ્રમાણમાં વર્ષ 2024-25માં દૈનિક રૂ. 82 કરોડની આવકનો વધારો થશે. રાજ્યમાં વિકાસલક્ષી ખર્ચ પાછળ વર્ષ 2022-23માં રૂ. 1,52,476  કરોડ એટલે કે દૈનિક રૂ. 506  કરોડ અને વર્ષ 2024-25માં રૂ. 2,12,202 કરોડ એટલે કે દૈનિક રૂ. 582 કરોડ થશે. એટલે કે વર્ષ 2022-23 ના પ્રમાણમાં વર્ષ 2024-25માં દૈનિક રૂ. 75 કરોડની રકમનો ખર્ચ થશે.

પરમારે રાજ્ય સરકારના વહિવટની આલોચના કરતા વધુંમાં કહ્યું હતું કે, રાજ્યમાં બિન વિકાસલક્ષી ખર્ચ વર્ષ 2022-23માં રૂ 85,713 કરોડ એટલે કે દૈનિક રૂ. 234 કરોડ અને વર્ષ 2024-25માં રૂ. 1,15,576 કરોડ એટલે કે દૈનિક રૂ. 316 કરોડ થશે. બે વર્ષમાં બિનવિકાસલક્ષી ખર્ચમાં રૂ. 29,863 કરોડનો વધારો થયો છે. એટલે કે વર્ષ 2022-23 ના પ્રમાણમાં વર્ષ  2024-25માં દૈનિક રૂ. 82  કરોડનો બિનવિકાસલક્ષી ખર્ચ થશે.

રાજ્ય સરકાર વર્ષ  2024-25માં વિકાસલક્ષી ખર્ચ પાછળ દૈનિક રૂ. 75  કરોડનો ખર્ચ કરશે જ્યારે બિન વિકાસલક્ષી ખર્ચ પાછળ દૈનિક રૂ. 82 કરોડનો ખર્ચ કરવામાં આવશે. વિકાસલક્ષી ખર્ચ કરતાં બિન વિકાસલક્ષી ખર્ચ પાછળ વધારે ખર્ચ કરશે. રાજ્યમાં બિન વિવાદિત વેરાપેટે એક વર્ષથી બે વર્ષની રૂ. 937 કરોડ, બે વર્ષથી પાંચ વર્ષ રૂ. 7,455  કરોડ, પાંચ વર્ષ થી દસ વર્ષ રૂ. 10,647  કરોડ અને દસ વર્ષથી વધુ સમયથી રૂ. 10,984  કરોડ મળી કુલ રૂ. 30,025 કરોડની રકમ અને વિવાદિત વેરા પેટે નીકળતી બાકી રકમ રૂ. 26,584 કરોડની લેવાની નિકળે છે. આમ, રાજ્યમાં રૂ. 56,609 કરોડની રકમ વિવાદિત અને બિનવિવાદિત વેરા પેટે બાકી નિકળે છે.

તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યમાં ઘરગથ્થું ઉત્પાદન વર્ષ 2012-13માં 17,7 ટકા, વર્ષ 2023-24માં 10.5 ટકા  છે, એટલે કે 10 વર્ષમાં ઘરગથ્થું ઉત્પાદનમાં 7.2 ટકાનો ઘટાડો થયો છે. રાજ્યમાં ઔદ્યોગિક જુથ વર્ષ 2011-12ની સરખામણીએ વર્ષ 2022-23માં પ્રાથમિકમાં 22.80 ટકાથી  20,10 ટકા થયો એટલે કે 2,70 ટકાનો ઘટાડો થયો છે, કૃષિમાં  17.80 ટકાથી 14,10 ટકા એટલે કે 3.70 ટકાનો ઘટાડો થયો છે અને તૃતીય 36.70 ટકાથી 35,30 ટકા થયું છે એટલે કે તેમાં પણ 1.40 ટકાનો ઘટાડો થયો છે. રાજ્યની પોતાની મહેસુલી આવકમાં વૃધ્ધિ વર્ષ 2012-13માં 14.22 હતી તે વર્ષ 2023-24માં 12,39 ટકા  થઈ છે એટલે કે આવક વૃધ્ધિમાં 2.63 ટકાનો  ઘટાડો થયો છે. કેન્દ્રીય કરવેરામાં વર્ષ 2012-13માં વાર્ષિક વૃધ્ધિ 14.09 ટકા હતી તે વર્ષ 2023-24માં 11.48 ટકા થઈ છે, એટલે કે કેન્દ્રીય કરવેરામાં 2.61 ટકાનો  ઘટાડો થયો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code