
અમદાવાદ: રાજ્યમાં પબ્લીક પ્રાઈવેટ પાર્ટરશીપ યાને પીપીપીના ધોરણે 84 જેટલા વાહન ફિટનેશ ટેસ્ટિગ ટેસ્ટિગ સેન્ટરને મંજુરી આપવામાં આવી છે. મહિનાઓમાં વાહનો માટેની નવી સ્ક્રેપ પોલીસી લાગું થતાં જ અનફીટ વાહનોને માર્ગો પરથી દૂર કરવાની પ્રક્રિયા તેજ થશે તે પુર્વે ગુજરાત સરકારે રાજયમાં વાહનો માટેના ફીટનેસ ટેસ્ટીંગ સેન્ટર સ્થાપવાની દિશામાં પ્રથમ કદમ ઉઠાવ્યું છે અને ખાસ કરીને 15 વર્ષથી જૂના વાહનોને પ્રથમ તબકકામાં ફીટનેસ સર્ટીફીકેટ માટે જણાવાશે. આ ફીટનેસ ટેસ્ટીંગ સેન્ટર, પબ્લીક પ્રાઈવેટ, પાર્ટનરશીપ હેઠળ ચાલુ કરાશે. રાજય સરકારે તે માટે 90 ફીટનેસ ટેસ્ટીંગ સેન્ટરની અરજી મેળવી હતી..
જેમાં 84 ને મંજુરી આપવામાં આવી છે. જો કે આ ફીટનેસ સેન્ટરથી ફીથી લઈને એના નિયમો ઘડવાના હજુ બાકી છે. જોકે સરકાર રેવન્યુ, શેરીંગ, આવકમાં સરકારનો હિસ્સાની ફોર્મ્યુલા પર જશે નહી અને એક વખત સેન્ટર બની ગયા બાદ આવક જે તે સેન્ટરના માલીકની જ હશે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં પબ્લીક પ્રાઈવેટ પાર્ટરશીપ યાને પીપીપીના ધોરણે 84 જેટલા વાહન ફિટનેશ ટેસ્ટિગ ટેસ્ટિગ સેન્ટરને મંજુરી આપવામાં આવી છે. આ ફીટનેસ સેન્ટર પુરી રીતે ઓટોમેટીક હશે અને તેમાં વાહનોની ફીટનેસ સાથે ચેડા થઈ શકે નહી તે ચોકકસ કરાશે અને જે વાહન ફીટનેસ સર્ટી મેળવી શકશે નહી તેને સીધા સ્ક્રેપમાં મોકલી અપાશે. આગામી વર્ષે માર્ચ માસથી ભારે વાહનો, ટ્રક, બસ વિ. જે 15 વર્ષથી વધુ જૂના હોય તેમને માટે આ સર્ટી મેળવવું જરૂરી બનશે અને માર્ચ 2024થી કાર સહિતના હળવા વાહનો માટે આ પોલીસી અમલમાં આવશે. દેશમાં જૂના વાહનો જે પ્રદુષણ માટે હાનિકારક છે. ઉપરાંત ઈંધણનો વપરાશ પણ વધુ કરે છે તેને માર્ગ પરથી હટાવવા માટેની સ્ક્રેપ પોલીસી અમલમાં આવે તે પુર્વે દેશમાં સ્ક્રેપ સેન્ટર ઊભા કરવામાં ખાનગી ક્ષેત્રમાં ભાગ્યે જ કોઈ મોટી કંપની આગળ આવી છે. હાલ સરકાર ગુજરાતમાં અલગ શીપ બ્રેકીંગ યાર્ડની સમાંતર જ સ્ક્રેપ સેન્ટર તથા સ્ક્રેપ યાર્ડ બનાવવા પ્રયાસ કરી રહી છે અને અહી જ જે રી-રોલીંગ મીલ્સ વિ. છે તેને પણ લાભ થશે. આ રીતે ગુજરાત એ સ્ક્રેપ સેન્ટરમાં હબ બની શકે છે. ઉપરાંત હાલ જે રીતે અલંગમાં વિશ્વભરના શીપ બ્રેકીંગ માટે આવે છે તે રીતે વિશ્વના અનેક દેશોના ખાસ કરીને એશિયન દેશોના વાહનો માટે સ્ક્રેપ સેન્ટર પણ બની શકે છે. જો કે હજુ સ્ક્રેપ સેન્ટર બનાવવા માટે કોઈ કંપનીની પસંદગી થઈ નથી.