
નવી દિલ્હીઃ એશિયન ગેમ્સ 2023 મંગળવારથી શરૂ થઈ રહી છે. જેમાં 27 સપ્ટેમ્બરથી મેન્સ ક્રિકેટની શરૂઆત થશે. ટીમ ઈન્ડિયા સીધી ક્વાર્ટર ફાઈનલમાં રમશે. આ પહેલા 9 મેચ રમાશે. ગ્રુપ મેચો જીતનારી ટીમોને પોઈન્ટના આધારે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મળશે. ભારતીય ટીમ 3 ઓક્ટોબરે ક્વાર્ટર ફાઈનલ મેચ રમશે. જ્યારે પાકિસ્તાનની મેચ પણ 3જી ઓક્ટોબરે જ યોજાશે. ભારતીય મહિલા ટીમ 21 સપ્ટેમ્બરે મેચ રમશે. તે ક્વાર્ટર ફાઈનલ માટે પણ મેદાનમાં ઉતરશે.
એશિયન ગેમ્સમાં મહિલા ક્રિકેટમાં પ્રથમ મેચ ઈન્ડોનેશિયા અને મંગોલિયા વચ્ચે રમાશે. જ્યારે ટીમ ઈન્ડિયા સીધી ક્વાર્ટર ફાઈનલમાં રમશે. ભારતની સાથે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકાની ટીમો પણ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. ભારતીય મહિલા ટીમની મેચ 21 સપ્ટેમ્બરે છે. આ જ દિવસે પાકિસ્તાન સામેની મેચ પણ રમાશે. જો ભારતીય મહિલા ટીમ જીતશે તો તે 24 સપ્ટેમ્બરે સેમિફાઇનલ મેચ રમશે. આ પછી ફાઈનલ મેચ 25 સપ્ટેમ્બરે રમાશે.
મેન્સ ક્રિકેટ 27 સપ્ટેમ્બરથી શરૂ થશે. જેમાં પ્રથમ મેચ નેપાળ અને મંગોલિયા વચ્ચે રમાશે. જેમાં ટીમ ઈન્ડિયાની ક્વાર્ટર ફાઈનલ મેચ 3 ઓક્ટોબરે રમાશે. આમાં પણ ભારતની સાથે પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશની ટીમો ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ચૂકી છે. મેન્સ ક્રિકેટની સેમિફાઇનલ મેચ 6 ઓક્ટોબરે રમાશે. તેની ફાઇનલ મેચ 7મી ઓક્ટોબરે યોજાશે. આ ટુર્નામેન્ટ માટે ભારતની કમાન ઋતુરાજ ગાયકવાડને સોંપવામાં આવી છે. ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમમાં ઋતુરાજ ગાયકવાડ, યશસ્વી જયસ્વાલ, રાહુલ ત્રિપાઠી, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા, વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, શિવમ દુબે, પ્રભસિમરન સિંહ, આકાશ દીપનો સમાવેશ કરવામાં આવ્યો છે.
(PHOTO-FILE)