Homeગુજરાતીદેશ-વિદેશએશિયન ગેમ્સઃ ભારતને મળ્યો પ્રથમ ગોલ્ડ, મહિલા ક્રિકેટ ટીમે ફાઈનલમાં શ્રીલંકાને હરાવ્યું

એશિયન ગેમ્સઃ ભારતને મળ્યો પ્રથમ ગોલ્ડ, મહિલા ક્રિકેટ ટીમે ફાઈનલમાં શ્રીલંકાને હરાવ્યું

નવી દિલ્હી, 22 સપ્ટેમ્બર 2026: એશિયન ગેમ્સ 2026માં ભારતે ગોલ્ડ મેડલનું ખાતુ ખુલ્યું છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ફાઈનલમાં શ્રીલંકાને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. એશિયન ગેમ્સ 2026માં આ ભારતે પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ફાઈનલમાં શ્રીલંકાને 147 રનથી હરાવીને ઈતિહાસ રચ્યો છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પ્રથમ બેટીંગ કરીને એશિયન ગેમ્સમાં સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો. જ્યારે શ્રીલંકાની ટીમને ભારતીય ખેલાડીઓએ ટાર્ગેટની નજીક પણ પહોંચવા દીધી ન હતી. તાજેતરમાં એશિયા કપમાં પણ ભારતીય મહિલા ટીમે શ્રીલંકાને હરાવીને ટાઈટલ જીત્યું હતું.

એશિયન ગેમ્સની ક્રિકેટની ફાઇનલમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ઓપનર શૈફાલી વર્મ અને સ્મૃતિ મંધાનાએ વિસ્ફોટક બેટીંગ કરીને 99 રનની ભાગીદારી કરી હતી. ભારતની પ્રથમ વિકેટ શૈફાલી વર્મા (48)ની પડી હતી. જ્યારે સ્મૃતિ મંધાનાએ 79 અને કેપ્ટન હરમીંદર કૌરએ 19 રન બનાવ્યાં હતા. અંતિમ ઓવરમાં રીચા ધોષે વિસ્ફોટક બેટીંગ કરીને 22 બોલમાં 49 રન બનાવ્યાં હતા. ભારતીયક્રિકેટ ટીમે 3 વિકેટ ગુમાવીને 216 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો. જ્યારે 217 રનનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ 69 રન બનાવીને ઓલઆઈટ થઈ ગઈ હતી. આમ ભારતીય ક્રિકેટ ટીમે 147 રનથી ફાઈનલ જીતીને ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. ભારતીય બોલર દિપ્તી શર્માએ 3, શૈફાલી વર્માએ 2, શ્રીચરનીએ 2 અને શ્રેયંકા પાટીલે 2 વિકેટ મેળવી હતી.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular