1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. લીંબડીમાં મધરાતે તસ્કરો CCTV પર સ્પ્રે મારી ATMને ગેસ કટરથી તોડીને 25 લાખ ઉઠાવી ગયા
લીંબડીમાં મધરાતે તસ્કરો CCTV પર સ્પ્રે મારી  ATMને ગેસ કટરથી તોડીને 25 લાખ ઉઠાવી ગયા

લીંબડીમાં મધરાતે તસ્કરો CCTV પર સ્પ્રે મારી ATMને ગેસ કટરથી તોડીને 25 લાખ ઉઠાવી ગયા

0
Social Share

સુરેન્દ્રનગરઃ જિલ્લાના લીંબડી શહેરમાં ગત મધરાત બાદ તસ્કરોએ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના એટીએમને નિશાન બનાવ્યું હતુ. મારૂતિવેન લઈને આવેલા તસ્કરોએ એટીએમમાં પ્રવેશતા સાથે જ સીસીટીવી કેમેરા પર કલર સ્પ્રે મારી દીધો હતો. ત્યારબાદ ગેસ કટરથી એટીએમ તોડીને 25 લાખની રોકડ સાથેની કેશપેટી ઉઠાવીને તસ્કરો પલાયન થઈ ગયા હતા. બનાવની જાણ થતાં પોલીસ અધિકારીઓ દાડી આવ્યા હતા. અને તપાસ કરતા બગોદરાના મીઠાપુર ગામ પાસેથી કેશની ખાલી પેટી અને ગેસ કટર મળી આવ્યા હતા. જે એટીએમમાંથી લાખો રૂપિયાની ચોરી થઈ તે સિક્યુરિટી ગાર્ડ વગર જ ચાલતું હતું. પોલીસે હાલ નાકાબંધી કરી નંબર વગરની ઈકો કારમાં ફરાર થઈ ગયેલા શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

સુરેન્દ્રનગરના લીંબડી શહેરમાં એસટી બસ સ્ટેન્ડ રોડ પર આવેલા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એટીએમમાં મધરાત બાદ રાત્રે 3 વાગ્યાના અરસામાં ચોરીનો બનાવ બન્યો હતો. નંબર પ્લેટ વગરની ઈકો કારમાં આવેલા ચાર અજાણ્યા શખસોએ સૌ પ્રથમ ATM સેન્ટરના સીસીટીવ પર કલર સ્પ્રે મારી દીધો હતો જેથી ચોરીની ગતિવિધિ સીસીટીવીમાં કેદ ન થાય. ત્યારબાદ ગેસ કટરથી ATM તોડીને આખું બોક્સ જ ઈકો કારમાં ઉઠાવી ફરાર થઈ ગયા હતા. એટીએમમાંથી તસ્કરો જે કેશ બોક્સ ઉઠાવી ગયા હતા તેમાં 25,38,500 રૂપિયા હોવાનું અને. એટીએમમાં 17 તારીખે જ રૂપિયા નાખવામાં આવ્યા હોવાનું બેન્કના સૂત્રોએ જણાવ્યું હતું.

લીંબડીમાં એસટી બસ સ્ટેન્ડ નજીક એટીએમ તોડીને ચોરીના બનાવની પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. ડોગ સ્ક્વોર્ડની મદદ પણ લેવામાં આવી હતી. અને રોડ પરના સીસીટીવી પણ તપાસવામાં આવી રહ્યા છે. આરોપીઓ નંબર વગરની ઈકો કાર લઈ બગોદરા તરફ ભાગ્યા હોય પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ દરમિયાન બગોદરા નજીક મીઠાપુર ગામ પાસે એક ખેતરમાંથી ATMમાં રોકડ રાખવા માટે જે બોક્સ હોય તે ખાલી હાલતમાં મળી આવ્યું હતું. આ બોક્સ તોડવા માટે તસ્કરોએ ગેસ કટરનો ઉપયોગ કર્યો હોઇ બોક્સની બાજુમાંથી ગેસ કટર પણ મળી આવ્યું હતું. SBIના ATMમાંથી 25 લાખ કરતાં વધુની રકમની ચોરી થઈ છે તે ATMની દેખરેખ માટે કોઈ સિક્યુરિટી ગાર્ડ જ ન હતો.

સુરેન્દ્રનગર જિલ્લા SP ડો. ગિરીશ પંડ્યાએ જણાવ્યું હતું કે, એક ઈકો કારમાં આવેલા ચાર અજાણ્યા શખ્સોએ ગેસ કટરથી તોડી 25.40 લાખની ચોરી થઈ છે. તસ્કરો નંબર પ્લેટ વગરની ઈકોકારમાં આવ્યા હતા અને તેઓ બગોદરા તરફ ગયા હોવાનું જણાઈ આવ્યુ છે. આ ગુનાનો ભેદ ઉકેલવા માટે ચાર ટીમો કામે લાગી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code