વિદેશી પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની અટલ ટનલ, પ્રવાસીઓની સંખ્યામાં નોંધાયો વધારો
- અટલ ટનલ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની
- પ્રવાસીઓની સંખ્યામાં નોંધાયો વધારો
- બરફ વર્ષાની મજા માણવા આવી રહ્યા છે વિદેશી મહેમાનો પણ
શિમલાઃ ભારતમાં ખાસ કરીને પહાડી વિસ્તારો અને જ્યાં બરફ પડે છે એવા વિસ્તારોમાં પ્રવાસીઓ વધુ આવવાનું પસંદ કરે છે, જમ્મુ કાશ્મીર સહીત શિમલા મનાલી લદ્દાખ પ્રવાસીઓની પહેલી પસંદ હોય છએ, શ્રીનગરનું ટ્યુલિપ ગાર્ડન નિહાળવા લાખો લોકો આવે છે તો અટલ ટનલ પમ હવે વિદેશી પ્રવાસીઓનું આકર્ષણ બનતી જઈ રહી છે.અહીથી પસાર થવાનો અનોખો લ્હાવો મળતો હોય છે,
વિદેશી મહેમાનો માટે અટલ ટનલ રોહતાંગ દ્વારા લાહૌલ વેલી પહોંચવું ખૂબ જ સરળ બની ગયું છે. શિયાળામાં લાહૌલ ખીણ અટલ ટનલ રોહતાંગ દ્વારા દેશ અને દુનિયા સાથે જોડાયેલ છે. વર્ષ 2021માં 345 વિદેશી પ્રવાસીઓ જિલ્લાની મુલાકાતે આવ્યા છે, જ્યારે વર્ષ 2022માં 5733 વિદેશી પ્રવાસીઓ લાહૌલ-સ્પીતિ તરફ વળ્યા છે.
જાણકારી પ્રમાણે અટલ ટનલ રોહતાંગને જોવા માટે દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓની સંખ્યા હવે દર વર્ષે વધી રહી છે. અટલ ટનલ રોહતાંગ વિદેશી મહેમાનો માટે પણ પ્રિય સ્થળ બની ગયું છે. ગયા વર્ષે, અટલ ટનલ રોહતાંગ સહિત લાહૌલ ખીણમાં પહોંચનારા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે.
વિદેશથી આવતા પ્રસાવીઓમાં અટલ ટનલ જોવાનો ભારે ઇત્સાહ જોવા મળ્યો છે.વર્ષ 2021માં માત્ર 345 પ્રવાસીઓ અટલ ટનલ રોહતાંગ થઈને લાહૌલ પહોચ્યા હતા જ્યારે વર્ષ 2022માં લાહૌલ ખીણની મુલાકાત લેતા વિદેશી પ્રવાસીઓની સંખ્યા વધીને 5377 થઈ ગઈ હતી. આ વર્ષે વિદેશી મહેમાનોની સંખ્યામાં વિતેલા વર્ષની સરખઆમણીમાં 2 ગણો વધારો થઆય તો નવાઈ નહી હોય.
જો કે મહત્વની વાત એ છે કે વિદેશી મહેમાનો અટલ ટનલ રોહતાંગને પાર કરીને લાહૌલની બરફીલી ખીણોમાં પહોંચીને અહીંના વાતાવરણનો આનંદ માણી રહ્યા છે. વિદેશી મહેમાનો મનાલીમાં રોકાયા બાદ અટલ ટનલ રોહતાંગ જોવા પહોંચી રહ્યા છે. આ પછી લાહૌલના પર્યટન સ્થળો સિસુ, કોકસર, ધાર્મિક પ્રવાસન સ્થળો ત્રિલોકીનાથ, મૃકુલા માતા મંદિર અને અન્ય સ્થળોએ પહોંચી રહ્યા છે.આમ વિદેશના લોકોની અટલ ટનલ પહેલી પસંદ બનતી જઈ રહી છે.