1. Home
  2. Revoi

Revoi

અમેરિકામાં ઈમરાનખાનનો “આલાપ”, ભારત સાથે વાતચીત બહાલ કરાવવા માટે ટ્રમ્પને કરીશ રાજી

ઈમરાનખાને ફરીથી કાશ્મીર રાગ આલાપ્યો ટ્રમ્પને મદદ કરવા માટે ઈમરાનખાને લગાવી ગુહાર ટ્રમ્પ સાથે મુલાકાત પહેલા ઈમરાનની સૂફિયાણી વાત અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત પહેલા ઈમરાનખાને કાશ્મીરને લઈને પોતાનો જૂનો રાગ આલાપ્યો છે. તેમણે ન્યૂયોર્કમાં કાઉન્સિલ ફોર ફોરેન રિલેશનને સંબોધિત કરતા કહ્યુ છે કે ઓછામાં ઓછું કાશ્મીરમાંથી કર્ફ્યૂ હટવો જોઈએ. તેમણે કહ્યુ છે કે […]

બે દિવસમાં 3000 અંક ઉછળ્યો સેન્સેક્સ, રોકાણકારોએ 10.35 લાખ કરોડ રૂપિયાથી વધુ બનાવ્યા

શેરબજારમાં તેજી યથાવત બે દિવસમાં 3000 અંકનો ઉછાળો રોકાણકારોએ 10.35 લાખ કરોડ રૂપિયાથી વધુ બનાવ્યા નવી દિલ્હી: દેશની અર્થવ્યવસ્થામાં છવાયેલી મંદીને દૂર કરવા માટે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની તરફથી તાજેતરમાં ઘોષિત બૂસ્ટર ડૉઝ શેરબજારને ખૂબ પસંદ પડયો છે. શુક્રવારે પ્રધાનની ઘોષણા બાદ શેરબજારમાં ભારે ઉછાળાનો સિલસિલો સતત ચાલુ રહ્યો હતો. આ કારણ છે કે ગત […]

પાકિસ્તાનમાં હિન્દુ યુવતીની હત્યાની ન્યાયિક તપાસમાં ન્યાયાધિશની પલટી

પાકિસ્તાનમાં હિન્દુ યુવતી નમ્રતાનો કેસ નમ્રતાની હત્યા કે આત્મહત્યા આ ઘટનામાં ન્યાયાધિશે પણ પલટી મારી આદેશ છતા પણ તપાસ કરવાની મનાઈ ફરમાવી ન્યાયિક તપાસનો સાફ ઈનકાર પાકિસ્તાનની એક સ્થાનિક અદાલતના ન્યાયાધીશે શંકાસ્પદ સ્થિતિમાં મૃત મળી આવેલી હિન્દુ વિદ્યાર્થીની નમ્રતા ચંદાનીના કેસની ન્યાયિક તપાસનો સાફ ઇનકાર કર્યો છે. આ ઘટનાને લઈને વિરોધ પ્રદર્શન પછી ગૃહ વિભાગે […]

VIDEO: હાથોમાં બેડીઓ, આંખો પર પટ્ટી, પાકિસ્તાનના સદાબહાર મિત્ર ચીનમાં મુસ્લિમો પર અત્યાચાર

પાકિસ્તાનના પીએમ ઈમરાને કર્યા આંખ આડા કાન કાશ્મીરના ગાણાં ગાતા ઈમરાનને ચીની મુસ્લિમોની દરકાર નથી ચીનમાં ઉઈગર મુસ્લિમો સાથે અમાનવીય અત્યાચાર ઉઈગર મુસ્લિમોના માનવાધિકાર હનનના આરોપોને કારણે પાડોશી દેશ ચીન વિભિન્ન દેશોના નિશાના પર છે. ઘણાં દેશનો આરોપ છે કે ચીનનો ઉઈગર મુસ્લિમો પ્રત્યેનો વ્યવહાર સંતોષજનક નથી. ઓસ્ટ્રેલિયાના વિદેશ પ્રધાન અને ઉઈગર મુસ્લિમોના સદસ્યોએ આ […]

જમ્મુ-કાશ્મીર : ભાજપના નેતા અનિલ પરિહારની હત્યાનો ખુલાસો, 3 આતંકી એરેસ્ટ

જમ્મુ-કાશ્મીરમાં ભાજપના નેતા અનિલ પરિહારની હત્યાનો મામલો કિશ્તવાડથી ત્રણ આતંકવાદીઓની કરાઈ ધરપકડ હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદીઓએ કરી હતી હત્યા જમ્મુ-કાશ્મીરમાં ભાજપના નેતા અનિલ પરિહાર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતા ચંદ્રકાંત શર્માની હત્યાનો ખુલાસો થયો છે. જમ્મુ રેન્જના આઈજી મુકેશસિંહે સોમવારે કહ્યુ છે કે અનિલ પરિહારની હત્યાના ષડયંત્રની પાછળ ઓસામા અને નિસાર અહમદ શેખનો હાથ છે. પરિહારની […]

રાજસ્થાનના અલવરમાં ગોતસ્કર મુનફેદ ખાનની ભીડે કરી પિટાઈ, હાલત ગંભીર

ગોતસ્કરીના આરોપમાં મુનફેદ નામના શખ્સની પિટાઈ મુનફેદને હોસ્પિટલમાં સારવાર માટે કરાયો છે દાખલ રાજસ્થાનના અલવર જિલ્લામાં મોબ લિંચિંગની એક ઘટના સામે આવી છે. ગોતસ્કરીના આરોપમાં મુનફેદ ખાન નામના એક શખ્સની રવિવારે મોડી રાત્રે પિટાઈ કરવામાં આવી હતી. મુનફેદની હાલત ગંભીર છે અને તેને સાહજહાંપુરની હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યો છે. મુનફેદ પર ગોતસ્કરીના ઘણાં મામલા નોંધાયેલા […]

ફ્રાંસ પાસેથી વધુ 36 રફાલ યુદ્ધવિમાન ભારત ખરીદે તેવી શક્યતા, સોદા પર ચાલી રહી છે વિચારણા

સતત વધી રહેલી વાયુસેનાની શક્તિ વધુ 36 રફાલ યુદ્ધવિમાન ખરીદવા પર વિચારણા 8 ઓક્ટોબરે મળશે પહેલું રફાલ યુદ્ધવિમાન વાયુસેનાને શક્તિશાળી બનાવવાના ઉદેશ્યથી ભારત સરકાર વધુ એક મોટો સોદો કરવાની તૈયારીમાં છે. ફ્રાંસમાંથી 36 રફાલ યુદ્ધવિમાન ખરીદવાનો સોદો પહેલા જ થઈ ચુક્યો છે અને 8 ઓક્ટોબરે તેની પહેલી ખેપ ભારતને મળશે. પરંતુ તેની સાથે ભારત સરકાર […]

મોબાઈલ એપથી થશે 2021માં થનારી દેશની 16મી વસ્તીગણતરી, 12000 કરોડનો થશે ખર્ચ

1865 બાદથી દેશમાં થશે 16મી વસ્તીગણતરી નવી પદ્ધતિ બાદ હવે ડિજિટલ થશે વસ્તીગણતરી વસ્તીગણતરીમાં ખર્ચ થશે લગભગ 12 હજાર કરોડ રૂપિયા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે દિલ્હીમાં વસ્તીગણતરી ભવનનો શિલાન્યાસ કર્યો છે. આ દરમિયાન અમિત શાહે કહ્યુ છે કે વસ્તીગણતરીનું આખું બિલ્ડિંગ ગ્રીન હશે, ભારતમાં ગ્રીન બિલ્ડિંગના કોન્સેપ્ટને અપનાવવાની જરૂરત છે. નવી વસ્તીગણતરીનું વિવરણ […]

બાલાકોટમાં આતંકી કેમ્પને ફરીથી પાકિસ્તાને કર્યો સક્રિય, 500 આતંકી ઘૂસણખોરીની ફિરાકમાં : જનરલ બિપિન રાવત

બાલાકોટમાં આતંકી કેમ્પ ફરીથી પાકિસ્તાને કર્યો સક્રિય 500 આતંકીઓ ઘૂસણખોરી કરવાની ફિરાકમાં ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે કર્યો ખુલાસો ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે સોમવારે કહ્યુ છે કે પાકિસ્તાને તાજેતરમાં બાલાકોટને ફરીથી સક્રિય કરી દીધું છે અને લગભગ 500 ઘૂસણખોરો ભારતમાં ઘૂસવાની ફિરાકમાં છે. અધિકારી પ્રશિક્ષણ એકેડેમીમાં પત્રકારો સાથેની વાતચીતમાં જનરલ રાવતે કહ્યુ છે કે […]

જમ્મુ-કાશ્મીરમાં સેનાનું ઓપરેશન, કઠુઆથી 40 કિલોગ્રામ આરડીએક્સ કરાયું જપ્ત

જમ્મુ-કાશ્મીરમાં શાંતિ જાળવવા માટે ઓપરેશન હાથ ધરાયું કઠુઆ જિલ્લાના બિલાવરથી 40 કિલોગ્રામ આરડીએક્સ જપ્ત જમ્મુ-કાશ્મીરમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે સેનાએ ઓપરેશન હાથ ધર્યું છે. આ ઓપરેશન દરમિયાન સોમવારે કઠુઆ જિલ્લાના બિલાવરથી લગભગ 40 કિલોગ્રામ આરડીએક્સ જપ્ત કરવામાં આવ્યો છે. 40 કિલોગ્રામ આરડીએક્સ ઝડપાવાના મામલે જમ્મુ રેન્જના આઈજી મુકેશસિંહ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code