1. Home
  2. ગુજરાતી
  3. પાકિસ્તાનમાં હિન્દુ યુવતીની હત્યાની ન્યાયિક તપાસમાં ન્યાયાધિશની પલટી
પાકિસ્તાનમાં હિન્દુ યુવતીની હત્યાની ન્યાયિક તપાસમાં ન્યાયાધિશની પલટી

પાકિસ્તાનમાં હિન્દુ યુવતીની હત્યાની ન્યાયિક તપાસમાં ન્યાયાધિશની પલટી

0
  • પાકિસ્તાનમાં હિન્દુ યુવતી નમ્રતાનો કેસ
  • નમ્રતાની હત્યા કે આત્મહત્યા
  • આ ઘટનામાં ન્યાયાધિશે પણ પલટી મારી
  • આદેશ છતા પણ તપાસ કરવાની મનાઈ ફરમાવી
  • ન્યાયિક તપાસનો સાફ ઈનકાર

પાકિસ્તાનની એક સ્થાનિક અદાલતના ન્યાયાધીશે શંકાસ્પદ સ્થિતિમાં મૃત મળી આવેલી હિન્દુ વિદ્યાર્થીની નમ્રતા ચંદાનીના કેસની ન્યાયિક તપાસનો સાફ ઇનકાર કર્યો છે. આ ઘટનાને લઈને વિરોધ પ્રદર્શન પછી ગૃહ વિભાગે આ મામલે ન્યાયિક તપાસના આદેશ આપ્યા હતા.

પાકિસ્તાનના સિંધ પ્રાંતના ઘોટકી જીલ્લાની રહેવાસી નમ્રતા લરકરાનાની બીબી આસિફા ડેંટલ કૉલેજના છેલ્લા વર્ષની વિદ્યાર્થીની હતી,ગત 16 સપ્ટેમ્બરના રોજ તેના હોસ્ટેલના રુમમાંથી શંકાસ્પદ રીતે મૃત હાલતમાં મળી આવી હતી,તેના ગળા પર દોરડું બાંધ્યુ હોય તેવા નિશાન પણ મળી આવ્યા હતા.

ડૉન સમાચાર પત્રમાં જણાવ્યા મુજબ,લરકરાના જીલ્લા અને સત્ર અદાલતના ન્યાયાધિશ ગૃહ વિભાગના આદેશ મળ્યા હોવા છતા આ મામલે ન્યાયિક તપાસ કરાવવાના વિરુદ્ધ જોવા મળ્યા છે,પોલીસે આ બાબતે ગૃહ સચિવ અબ્દુલ કાઝીને સુચના આપી છે પરંતુ હાલ સચિવ ગૃહ વિદેશની મુલાકાતે છે.

પોલીસે  ઘટનામાં અત્યાર સુધી 32 લોકોને કસ્ટડીમાં લીધા છે, ઘરપકડ કરાયેલા લોકોમાં મૃતક નમ્રતાના ક્લાસમાં જ અભ્યાસ કરતા મેહરાન અબ્રો અને અલી શાન મેમનનો સમાવેશ થાય છે,પોલીસ  બન્નેના મોબાઈલ કોલના ડેટાની તપાસ કરી રહી છે,પોલીસે કરેલી પુછપરછમાં મેહરાને દાવો કર્યો હતો કે,નમ્રતા તેને પ્રેમ કરતી હતી પરંતુ તેણે લગ્નની સાફ ના પાડી દીધી હતી.

છેલ્લા અઠવાડિયા દરમિયાન નમ્રતાનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યો હતો,જેના પર કરાચી સ્વાસ્થ્ય વિભાગના નિષ્ણાંતો આંગળી ઉઠાવી ચૂક્યા છે,તેમનું કહેવું છે કે,પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં આત્મહત્યા દર્શાવામાં આવી છે પરંતુ આ આત્મહત્યા નથી,નમ્રતાના ગળા પર પડેલા નિશાન સાબિત કરે છે કે તેની હત્યા કરવામાં આવી છે,તો આ સાથે જ નમ્રતાના ભાઈએ પણ તેની બહેનના મોતનું કારણ હત્યા જ ગણાવી છે,તેના ભાઈનું પણ કહેવું છે કે નમ્રતા આત્મહત્યા કરી જ શકે નહી,તેની હત્યા થઈ છે.કારણ કે આ ઘટનાના થોડાક કલાક પહેલા જ નમ્રતા ખુબજ ખુશ હતી અને તેણે કોઈ કારણોસર કૉલેજમાં મીઠાઈ પણ વહેંચી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.