1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અંકલેશ્વરના પાનોલી GIDCમાં ભીષણ આગ લાગતા મેજર કોલ જાહેર કરાયો
અંકલેશ્વરના પાનોલી GIDCમાં ભીષણ આગ લાગતા મેજર કોલ જાહેર કરાયો

અંકલેશ્વરના પાનોલી GIDCમાં ભીષણ આગ લાગતા મેજર કોલ જાહેર કરાયો

0
Social Share

ભરૂચ, 08 માર્ચ 2026Massive fire breaks out in Panoli GIDC જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં આવેલી પાનોલી GIDCમાં આજે સવારે એક ભીષણ આગ ફાટી નીકળતા અફડા-તફડી મચી ગઈ હતી. પાનોલી GIDCમાં આવેલી ક્રિશી રસાયણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કેમિકલ કંપનીમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળરૂપ ધારણ કર્યું હતું. આગ લાગ્યાની જાણ થતાં જ પાનોલી, અંકલેશ્વર અને ભરૂચના વિવિધ ફાયર સ્ટેશનોથી 10થી વધુ ફાયર ફાયટર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અને આગનું વિકરાળરૂપ જોતા જ મેજર કોલ જાહેર કરાયો હતો. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ લગભગ સાડા ત્રણ કલાક બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ ઓલવવા માટે પાણીની સાથે મોટા પ્રમાણમાં ફોમ (Foam)નો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

 આ બનાવની વિગત એવી છે કે, ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં આવેલી પાનોલી GIDCમાં આવેલી ક્રિશી રસાયણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડમાં  આજે સવારે એક ભીષણ આગ ફાટી નીકળતા અફડા-તફડી મચી ગઈ હતી  આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના કાળા ગોટેગોટા 5 થી 10 કિલોમીટર દૂરથી પણ જોઈ શકાતા હતા. આગને પગલે તંત્ર દ્વારા ‘મેજર કોલ’ જાહેર કરવામાં આવ્યો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. ફાયર વિભાગ દ્વારા આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યા બાદ જ નુકસાન અને આગના કારણ અંગે વધુ સ્પષ્ટ માહિતી મળી શકશે. આગની જાણ થતા જ પાનોલી, અંકલેશ્વર અને ભરૂચના વિવિધ ફાયર સ્ટેશનોથી 10થી વધુ ફાયર ફાયટર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ લગભગ સાડા ત્રણ કલાક બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ ઓલવવા માટે પાણીની સાથે મોટા પ્રમાણમાં ફોમ (Foam)નો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.  આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી. જોકે, આગને કારણે કંપનીનો પ્લાન્ટ અને મશીનરી બળીને ખાખ થઈ ગયા છે, જેનાથી લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ છે.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ આજે રવિવારની રજા હોવાથી કંપનીમાં કર્મચારીઓની સંખ્યા ઓછી હતી, જે મોટી દુર્ઘટના ટાળી શકાઈ હતી.  હાલમાં ફાયર વિભાગ અને પોલીસ દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code