
દેશમાં એવિયન ફ્લૂના કારણે પ્રથમ મોત નોંધાયુંઃ દિલ્હી એઈમ્સમાં દાખલ 11 વર્ષના કિશોરના મોતથી ચિંતાનો માહોલ
- દેશમાં એવિયન ફ્લૂથી પ્રથમ મોત નોંધાયું
- દિલ્હીની એઈમ્સમાં દાખલ 11 વર્ષના બાળકનું થયું મોત
- સરકારની ચિંતામાં વધારો થયો
દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોનાની બીજી લહેર તો ઘીમી પડી છે, જો કે હવે ત્રીજી લહેરને લઈને શંકાઓ સેવાઈ રહી છે,જેને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળએ છે,ત્યારે આ સમગ્ર સ્થિતિ વચ્ચે વધુ એક દુખના સમાચાર મળી રહ્યા છે.દેશભરમાં એવિયન ફ્લૂના કારણે પ્રથમ મોતની ઘટના બની છે.
મળતી માહિતી પ્રમાણે દિલ્હી સ્થિત એઇમ્સમાં એડમિટ થયેલો 11 વર્ષીય બાળક આ ફ્લૂથી સંક્રમિત થયો હતો, ત્યારે સોમવારના રોજ આ બાળકનું મોત થયું છે, જ્યારે વિતેલા દિવસને મંગળવારના આ રોજ આ કેસને લઈને દેશની બે અલગ વૈજ્ઞાનિકોની ટીમોને સક્રિય કરવામાં આવી છે. મોતને લઈને ચિંતા વ્યાપી છે ત્યારે હવે સરકારે પણ હાઈએલર્ટ પણ જારી કર્યું છે.
આ મહિનાની 2જી તારીખના રોડ 11 વર્ષિય કિશોરને એઈમ્સમાં એડમિટ કરાયો હતો. તેની સ્થિતિ નાજૂક જણાતા તેને પહેલા આઈસીયુમાં રખાયો ત્યાર બાદ તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો, પરંતુ સોમવારના રોજ તેની આ હાલતના કારણે તેનું મોત થયું હતું.
આ સમગ્ર મામલે વિતેલા દિવસને મંગળવારે એમ્સમાં હંગામો થયો હતો.તાત્કાલિક સારવાર આપતી આખી ટીમને એલર્ટ કરી દેવામાં આવી હતી. તે જ સમયે, પુણેમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ વાયોરોલોજી અને નવી દિલ્હીમાં નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ દ્વારા બાળકના નમૂનાની પરિક્ષણ કરવામાં આવ્યું હતું જે પોઝિટિવ રિપોર્ટ નોંધાયો હતો.
જો કે હાલ આ બાળક સાથે સંપર્કમાં આવનાર તમામ લોકો અને તેના પરિવારને આઈસોલેટ કરાયા છે, બાળકની કોઈ મોહિતી અપાઈ નથી તે ગુપ્ત જ રાખવામાં આવી છે,મળતી માહિતી પ્રમાણે બાળક બીજા રાજ્યનો રહેવાસી હતો.એઇમ્સના ડોક્ટરના જણાવ્યા પ્રમાણે એવિયન ફ્લૂ માત્ર ઝડપથી ફેલાતો જ નથી, પરંતુ તે મૃત્યુ દર સાથે સંક્રમણનું જેખમ પણ વધારે છે. આ ફ્લૂના કારણે મોત નોંધાયું હોય તેવો પ્રથમ કેસ દેશમામં બન્યો છે.