Homeગુજરાતીગુજરાતદેશભરમાં ઉજવાય રહ્યો છે બકરીઈદનો તહેવારઃ જામા મસ્જિદમાં મર્યાદીત લોકોએ નમાઝ અદા...

દેશભરમાં ઉજવાય રહ્યો છે બકરીઈદનો તહેવારઃ જામા મસ્જિદમાં મર્યાદીત લોકોએ નમાઝ અદા કરી, રાષ્ટ્રપતિએ દેશવાસીઓને ઈદની શુભેચ્છાઓ પાઠવી

  • દેશભરમાં બકરીઈદનો વર્વ મનાવાઈ રહ્યો છે
  • આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શુભેચ્છાઓ પાઠવી

 

દિલ્હીઃ આજે દેશભરમાં બકરીઈદનો પર્વ ઉત્સાહભેર મનાવવામાં આવી રહ્યો છે,બકરીઈદના અવસરે આજરોજ દિલ્હીની જામા મસ્જિદમાં નમાઝ અદા કરાવામાં  આવી હતી,જો કે નમાઝ પઢતી વખતે દરેક લોકો દ્વારા કોરોનાના નિયમોનું સખ્તપણે પાલન કરવામાં આવ્યું હતું.

બકરીઈદના આ પર્વ પર દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહીતને અનેક નેતાઓએ દેશવાસીઓને આ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. જેમા રાષ્ટ્રપતિએ દિન્હી. અંગ્રેજી અને ઉર્દુ ભાષામાં બકરીઈદની નુબારકબાદી આપી હતી.

રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે કહ્યું હતું કે, “દરેક  દેશવાસીઓને ઇદ મુબારક! ઇદ-ઉઝ-અદાહા પ્રેમ, ત્યાગ અને બલિદાનની ભાવનાને સન્માનિત કરવા અને સમાવિષ્ટ સમાજમાં એકતા અને ભાઈચારા માટે સાથે મળીને કામ કરવાનો ઉત્સવ છે. ચાલો, કોરોનાના બચાવના ઉપાયો અપનાવીને સમાજના દરેક વર્ગના કલ્યાણ માટે કામ કરવાનો સંકલ્પ કરીએ”

જામા મસ્જિદમાં પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. કોરોના વાયરસ પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને ખૂબ ઓછા લોકો મસ્જિદમાં એકઠા થયા હતા. શાહી ઇમામ અબ્દુલે કહ્યું હતું કે, “ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને, આપણે પોતાને અને આપણા પરિવારોની સલામતી માટે કોકરોનાની માર્ગદર્શિકાને અનુસરવાની જરૂરી છે. અમે મર્યાદિત સંખ્યામાં લોકોને જામા મસ્જિદમાં નમાઝ અદા કરવાની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો હતો. જેમાં માત્ર 15 થી 20 લોકોએ જ નામઝ અદા કરી ”

 

સંબંધિત લેખો

Most Popular