Homeગુજરાતીગુજરાતઅંબાજીના મેળાના છઠ્ઠા દિવસે લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યાં, મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારાયું

અંબાજીના મેળાના છઠ્ઠા દિવસે લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યાં, મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારાયું

અંબાજી, 26 સપ્ટેમ્બર,2026 : Lakhs of devotees thronged the sixth day of the Ambaji fair યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના લોકમેળાના 6ઠ્ઠા દિવસે શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. માતાજીના દર્શન માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે. પદયાત્રિઓ જય અંબેના નાદ સાથે પહોંચી રહ્યા છે. શક્તિ, ભક્તિ અને આસ્થાના પાવન કેન્દ્ર એવા અંબાજીમાં માઈભક્તો માટે ખાસ આકર્ષણો અને સુવિધાઓ ઉભી કરાઈ છે. મેળાના વાતાવરણમાં ભક્તિ અને આધ્યાત્મિકતાની સાથે અંબાજીને ભવ્ય રોશનીથી શણગારવામાં આવતા સમગ્ર યાત્રાધામનું વાતાવરણ વધુ આકર્ષક બન્યું છે.

ગુજરાત સહિત દેશના અલગ અલગ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચી રહ્યા છે. ઘણા ભક્તો લાંબી પદયાત્રા કરીને મા અંબાના ધામે પહોંચી રહ્યા છે. મંદિરમાં માતાજીના ચરણોમાં માથું નમાવી ધન્યતા અનુભવી રહ્યા છે.  અંબાજી તરફ જતા રસ્તાઓ પર સતત પદયાત્રીઓનો પ્રવાહ જોવા મળી રહ્યા છે. રસ્તામાં ઘણી સેવાભાવી સંસ્થાઓ અને ગામના લોકો દ્વારા સેવા કેમ્પો લગાવીને પદયાત્રીઓ માટે ચા, નાસ્તો, ભોજન, પાણી અને આરામની વ્યવસ્થા કરવામાં આવી છે. આજે ભાદરવી પૂનમ હોવાથી અંબાજી ધામમાં ભક્તિમય માહોલ વધુ ગાઢ બન્યો છે. મંદિર પરિસર સહિત આખી અંબાજી નગરીમાં મા અંબાના જયઘોષથી વાતાવરણ ગુંજી રહ્યું છે. લાખો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન માટે ઉમટી પડતાં અંબાજી ધામ આસ્થાના મહાસાગરમાં ફેરવાયો છે.

ભાદરવી પૂનમ મહામેળામાં અંબાજીનું ચાચર ચોક સહિત આસપાસનો સમગ્ર વિસ્તાર રંગબેરંગી લાઇટિંગથી ઝળહળી ઉઠ્યો હતો. ચાચર ચોકમાં કરાયેલા વિશેષ લાઇટિંગ શોએ માઈભક્તોને દિવ્ય અને આધ્યાત્મિક અનુભૂતિ કરાવી હતી. રાત્રિના સમયે વિવિધ રંગોની રોશનીથી સજ્જ ચાચર ચોકનો નજારો ભક્તોને આકર્ષી રહ્યો હતો.

અંબાજીના મુખ્ય માર્ગો, ચોક અને આસપાસના વિસ્તારોમાં કરાયેલા રોશનીના શણગારથી જાણે સમગ્ર અંબાજીએ નવો શણગાર ધારણ કર્યો હોય તેવી અનુભૂતિ થતી હતી. રોશનીથી ઝગમગતા રસ્તાઓ પરથી પસાર થતા માઈભક્તોમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. અંબાજીની પવિત્રતા, આધ્યાત્મિકતા અને ભવ્યતાને રોશનીના શણગાર સાથે વધુ સુંદર રીતે ઉજાગર કરાઈ છે. દિવ્ય રોશનીથી ઝળહળતું ચાચર ચોક અને પ્રકાશિત માર્ગો ભાદરવી પૂનમના મેળાની ભવ્યતા અને માઈભક્તોની આસ્થાને વધુ વિશિષ્ટ બનાવી રહ્યા છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular