
આયુર્વેદિક ઉપચારથી પણ વાળમાંથી Dandruffને કરી શકાય છે દૂર,જાણો
જેમ જેમ લોકોની ઉંમર વધે છે તેમ તેમ લોકોને બીમારીઓની ચિંતા પણ થવા લાગતી હોય છે. જ્યારે વ્યક્તિ મોટો થાય ત્યારે સૌથી મોટી ચીંતા તો એ હોય છે કે ખાસ કરીને પુરૂષોમાં કે વાળ ઉતરવા લાગશે અને માથામાં ટાલ પડી જશે તો સારુ લાગશે નહી. આ કારણે સ્ત્રીઓની સાથે સાથે પુરુષો પણ પોતાના વાળનું સૌથી વધારે ધ્યાન રાખતા હોય છે.
આવામાં જે લોકોને વાળમાં Dandruffની સમસ્યા હોય તે લોકો આયુર્વેદિક ઉપચાર પણ કરી શકે છે અને રાહત મેળવી શકે છે.
જો સૌથી પહેલા વાત કરવામાં આવે મેથીના દાણાની તો તમારા વાળ માટે મેથીના દાણા ખુબ ફાયદાકારક છે. તમારા વાળની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે તે મેથીના દાણા ખુબ ફાયદો આપે છે. તેનાથી તમે તમારા વાળ સફેદ કરતા પણ બચાવી શકો છો. મેથીના દાણાને રાત્રે ભીના કરીને રાખો. સવારે તે ભીના મેથીના દાણાને પીસી લો. તેમાં દહીં અને 1 ટેબલ સ્પૂન ત્રિફલા ચૂરણ ઉમેરો. તેને બરાબર મિક્સ કરીને માથા પર લગાવો. તેને 1 કલાક સુધી લગાવી રાખી તેને સેમ્પૂથી ધોઈ કાઢો.
આ ઉપરાંત નારિયેલ તેલ અને લીંબુનો રસ – એક વાસણમાં એક ટેબલ સ્પૂન નારિયેલનું તેલ લો. તેને ગરમ કરો. તેમા લીંબુનો રસ ઉમેરો. આ મિશ્રણથી માથા પર મસાજ કરો. તેને 1-2 કલાક સુધી માથા પર લગાવી રાખો અને ત્યારબાદ તેને સેમ્પૂથી ધોઈ કાઢો.
ઉલ્લેખનીય છે કે આ લેખ માત્રે જાણકારી માટે લખવામાં આવ્યો છે પણ જો કોઈ વાળને લગતી સમસ્યા હોય તો જાણકાર પાસેથી અથવા ડોક્ટર પાસેથી સલાહ લેવી જરૂરી છે.