1. Home
  2. ગુજરાતી
  3. આઝાદી કા અમૃત મહોત્સવઃ વંદે ભારત-નૃત્ય ઉત્સવનો આજે ગ્રાન્ડ ફિનાલે,વિજેતા પ્રજાસત્તાક દિને પરેડમાં પોતાની પ્રતિભા દર્શાવશે
આઝાદી કા અમૃત મહોત્સવઃ વંદે ભારત-નૃત્ય ઉત્સવનો આજે ગ્રાન્ડ ફિનાલે,વિજેતા પ્રજાસત્તાક દિને પરેડમાં પોતાની પ્રતિભા દર્શાવશે

આઝાદી કા અમૃત મહોત્સવઃ વંદે ભારત-નૃત્ય ઉત્સવનો આજે ગ્રાન્ડ ફિનાલે,વિજેતા પ્રજાસત્તાક દિને પરેડમાં પોતાની પ્રતિભા દર્શાવશે

0
Social Share
  • આઝાદી કા અમૃત મહોત્સવ
  • વંદે માતરમ-નૃત્ય ઉત્સવનો આજે ગ્રાન્ડ ફિનાલે
  • આમાં વિજેતા બનનારને પ્રજાસત્તાક દિને પરેડમાં રજૂાતની મળશે તક

દિલ્હીઃ- આજ રોજ રવિરાવે દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવમાં આયોજિત ‘વંદે ભારતમ-નૃત્ય ઉત્સવ’ના ગ્રાન્ડ ફિનાલેની શરુઆત થશે, આ ગ્રાન્ડ ફઇનાલેમાં દેશભરમાંથી કુલ 73 ટીમોના 949 કલાકારો  જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે પોતાની કળાની રજૂઆત કરશે., આ સાથે જ આ કલાકારો નૃત્યની ચાર શ્રેણીઓ રજૂ કરનાર છે જેમાં શાસ્ત્રીય નૃત્ય , લોક નૃત્ય , આદિવાસી નૃત્ય  અને ફ્યુઝન નૃત્યનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે વંદે ભારતમ એ સંરક્ષણ મંત્રાલય અને સાંસ્કૃતિક મંત્રાલયની એક અનોખી પહેલ છે, જે આઝાદીના 75 વર્ષની સ્મૃતિમાં આઝાદીના અમૃત મહોત્સવ તરીકે આયોજિત કરવામાં આવી રહી છે. સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશભરમાંથી ટોચની નૃત્ય પ્રતિભાઓને પસંદ કરવાનો છે અને તેમને પ્રજાસત્તાક દિવસ પરેડ 2022 દરમિયાન તેમની પ્રતિભા દર્શાવવાની તક પૂરી પાડવાનો છે.

દેશભરના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં વંદે ભારતમ નૃત્ય ઉત્સવ માટે નૃત્ય સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. તેનું આયોજન સ્થાનિક, જિલ્લા અને રાજ્ય સ્તરે અને ત્યારબાદ ઝોનલ સ્તરે કરવામાં આવ્યું હતું. આમાં દેશને ચાર ઝોનમાં વહેંચવામાં આવ્યો હતો. તેમાંથી 73 ટીમો ફાઇનલમાં પહોંચી છે. અગાઉ 200 ટીમો અને 24સોથી વધુ કલાકારોએ વિવિધ કક્ષાની સ્પર્ધાઓમાં પર્ફોર્મન્સ કર્યું હતું.

આ સાથે જ આ ગ્રાન્ડ ફિનાલેમાં જે ટીમ વિજેતા બનશે પ્રજાસત્તાક દિવસ 2022ની પરેડમાં તેમની પ્રતિભા દર્શાવવાની તક મળશે. ખાસ વાત એ છે કે કર્ણાટકની શ્રી રમણ મહર્ષિ એકેડમીની દૃષ્ટિહીન સભ્યોની ટીમ પણ ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળતા મેળવી ચૂકી છે.

સંસ્કૃતિ મંત્રાલયના અધિકારીએ આ બાબતે જણાવ્યું કે, ગ્રાન્ડ ફિનાલેમાં સંસ્કૃતિ અને વિદેશ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખી, સંરક્ષણ અને પર્યટન રાજ્ય મંત્રી અજય ભટ્ટ, પ્રખ્યાત અભિનેત્રી-ગાયિકા-નૃત્યાંગના ઇલા અરુણ, શોભના નારાયણ, શિબાની કશ્યપ અને સોનલ માનસિંહ સાથે. કલા અને સંસ્કૃતિ ક્ષેત્રની અન્ય ઘણી હસ્તીઓ પણ ઉપસ્થિત રહેશે. રાની ખાનુમ અને તેની ટીમ વંદે ભારતમ નામનું ખાસ કોરિયોગ્રાફ કરેલ પર્ફોર્મન્સ કરશે. પીઢ નૃત્યાંગના તનુશ્રી શંકર સ્ટાર પરફોર્મર હશે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code