1. Home
  2. ગુજરાતી
  3. કિદાંબી શ્રીંકાત BFW વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ફાઈનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય પુરુષ ખેલાડી બન્યા
કિદાંબી શ્રીંકાત BFW વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ફાઈનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય પુરુષ ખેલાડી બન્યા

કિદાંબી શ્રીંકાત BFW વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ફાઈનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય પુરુષ ખેલાડી બન્યા

0
Social Share
  •  શ્રીંકાત BFW વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ફાઈનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય પુરુષ
  • આ સાથે જ ફાઈનલમાં રમરાના ત્રીજા ખેલાડી બન્યા

દિલ્હીઃ-છેલ્લા ઘણા દાયકાથઈ રમત ગમત ક્શેત્રમાં ભારતનું પ્રદર્શન ખૂબ જ સારુ દેખઆઈ રહ્યું છે, કોઆ પણ રમતમાં ભારત બાજી મારી રહ્યું છે ત્યારે હવે પુરુષ બેડમિન્ટનમાં પણ ભઆરતનું પ્રદર્શન શ્રેષ્ઠ સાબિત થતુ જોવા મળી રહ્યું છે.આ સાથે જ ભારતના સ્ટાર બેડમિન્ટન ખેલાડી કિદામ્બી શ્રીકાંત BFW વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય પુરૂષ ખેલાડી બન્યા છે. આ સાથે જ તે ત્રીજા ભારતીય ખેલાડી છે, જે આ ટૂર્નામેન્ટની ફાઈનલ સુધી રમનાર છે. તેના પહેલા પીવી સિંધુ અને સાઈના નેહવાલ આ ટૂર્નામેન્ટની ફાઈનલ રમી ચૂકી છે.

શ્રીકાંતે સેમિફાઇનલ મેચમાં ભારતના લક્ષ્ય સેનને હરાવ્યો હતો. આ મેચમાં શ્રીકાંતે પહેલો સેટ હારી ગયા, પરંતુ વાપસી કરીને તેણે બાકીના બે સેટ જીતીને અંતિમ મેચમાં જગ્યા બનાવી લીધી હતી. હવે શ્રીકાંત માટે ઓછામાં ઓછું સિલ્વર મેડલતો જીતવું સરળ બની  ગયું છે.

આ મેચની શરૂઆતમાં બંને ખેલાડીઓ બરાબરી પર દોડી રહ્યા હતા, પરંતુ બાદમાં લક્ષ્યે લીડ મેળવી અને પ્રથમ ગેમ 21-17થી જીતી લીધી. ત્યારબાદ શ્રીકાંતે બીજા સેટમાં પુનરાગમન કરીને 21-14થી જીત નોંધાવી હતી. ત્રીજા સેટમાં પણ શરૂઆતમાં બંને ખેલાડીઓ બરાબરી પર હતા પરંતુ બાદમાં શ્રીકાંતે શાનદાર રમત બતાવીને સેટ 21-17થી જીતી લીધો હતો અને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. શ્રીકાંત બાદ બંને લક્ષ્ય પહેલીવાર આ ટૂર્નામેન્ટની સેમિફાઈનલમાં પહોંચ્યા હતા. લક્ષ્ય આ સિદ્ધિ મેળવનાર ચોથો ભારતીય પુરૂષ ખેલાડી છે.

આ પહેલાની જો વાચત કરવામાં આવે તો પ્રકાશ પાદુકોણે વર્ષ 1983 માં, બી સાઈ પ્રણીતે 2019 માં આ સિદ્ધી મેળવી હતી અને શ્રીકાંતે  આ વર્ષે આ કરી બતાવ્યું હતું. આ સાથે લક્ષ્ય BWF વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલ જીતનારો સૌથી યુવા પુરુષ ખેલાડી પણ બની ગયો છે. આ ટૂર્નામેન્ટમાં બે મેડલ સાથે ભારત પાસે કુલ 12 મેડલ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code