રાજકોટ, 14 ઓક્ટોબર, 2026 : 6 accused arrested with a quantity of amber grease જિલ્લાના પડધરીમાં એક હોટલમાં કેટલાક શખસો રૂપિયા 1.10 કરોડની કિંમતનો એમ્બર ગ્રીસને 1.20 કિલો જથ્થો વેચવા માટે મીટિંગ કરી રહ્યા હતા. ત્યારે જ બાતમીને આધારે જિલ્લા રૂરલ પોલીસે રેડ પાડીને એમ્બર ગ્રીસ (માછલીની ઊલટી)ના જથ્થા સાથે દબોચી લીધા હતા. એમ્બર ગ્રીસ પરફ્યુમ તેમજ કોસ્મેટિક અને મોંઘી દવાઓમાં ઉપયોગ થયો હોવાથી તેની માગ વધુ છે. એમ્બર ગ્રીસ (વ્હેલ માછલીની ઊલટી) દરિયા કિનારે મળી આવતી હોય છે. પોલીસે 6 આરોપીની વધુ પૂછતાછ હાથ ઘરી છે.
આ બનાવની વિગત એવી છે, કે, રાજકોટ જિલ્લાના પડધરીમાં આવેલી એક હોટલમાં કેટલાક શખસો એમ્બર ગ્રીસના જથ્થો લઈને આવેલા હોવાનું અને તેમે વેચવા માટે મિટિંગ કરી રહ્યાની બાતમી મળતા પોલીસે રેડ પાડીને એમ્બર ગ્રીસના જથ્થા સાથે 6 શખસોને દબોચી લીધા હતા. આરોપીની પૂછતાછમાં એવી વિગતો મળી છે કે, તારાપુરથી એમ્બર ગ્રીસને જથ્થો લાવ્યા હતા અને રૂ.25 લાખમાં તેની ડીલીવરી કરવા માટે પડધરીની ખાનગી હોટલ ખાતે મીટિંગ યોજી હતી. આ અંગે DYSP રોહિતસિંહ ડોડીયાએ જણાવ્યું કે, ગત તા.12 ઓક્ટોબરના રોજ રાજકોટ ગ્રામ્ય જિલ્લાની એસ.ઓ.જી. શાખાના પી.આઈ. પારઘી તેમજ તેમની ટીમને માહિતી મળી હતી કે, જામનગર તરફથી બે ગાડીમાં પાંચ-છ શખ્સો એમ્બર ગ્રીસ એટલે કે માછલીની ઊલટી કહેવાય એ પદાર્થ લઈને નીકળશે અને પડધરીની માધવ હોટલ ખાતે તેમની મીટિંગ થવાની છે. જેથી પોલીસે અગાઉથી વોચ ગોઠવી 6 શખ્સોને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રૂપિયા 1 કરોડ 10 લાખ 80 હજારની કિમતનો એમ્બર ગ્રીસનો જથ્થો કબ્જે કરાયો છે. એમ્બર ગ્રીસનો ઉપયોગ કોસ્મેટિકમાં અને મોંઘી દવાઓ બનાવવામાં થતો હોય છે. પોલીસે મેહુલ રાઠોડ, ભાનુ ચાવડા, વિજયસિંહ ઝાલા, પ્રશાંત જાટ, ધર્મેન્દ્રસિંહ કંચવા અને સાવન જાટની ધરપકડ કરી છે. જેમાં ભાનુ ચાવડા તારાપુર મુકામેથી એમના મિત્રને બોલાવી આ એમ્બર ગ્રીસનો જથ્થો વેચવાના હતા. આ જથ્થો અન્ય કોઈને પણ વેચવાના હતા કે કેમ અને તેમની સાથે અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તે અંગે તપાસ ચાલુ છે. આ ઉપરાંત એમની હિસ્ટ્રી પણ ચેક કરવામાં આવી રહી છે.


