1. Home
  2. ગુજરાતી
  3. અમિતાભ બચ્ચને નસીબ ફિલ્મના ક્લાઈમેક્સ સીનને લઈને કરી આ વાત
અમિતાભ બચ્ચને નસીબ ફિલ્મના ક્લાઈમેક્સ સીનને લઈને કરી આ વાત

અમિતાભ બચ્ચને નસીબ ફિલ્મના ક્લાઈમેક્સ સીનને લઈને કરી આ વાત

0
Social Share

મુંબઈઃ સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તેમજ અવાર-નવાર પ્રસંશકો માટે નવી-નવી પોસ્ટ કરે છે. તેઓ છેલ્લા કેટલાક દિવસથી પોતાની જુની ફિલ્મો સાથે જોડાયેલી વાતો અને તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરતા જોવા મળે છે. હવે બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચને 1981માં રિલીઝ થયેલી ફિલ્મ નસીબનું એક રહસ્યું ખોલ્યું છે.

સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ કરીને તેમણે ફિલ્મ નસીબના ક્લાઈમેક્સ સીન મુદ્દે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ફિલ્મનો ક્લાઈમેક્સ સીન એક ફરતી રેસ્ટોરન્ટમાં શૂટ કરવામાં આવ્યો હતો. ચાંદીવલી સ્ટુડિયોમાં એક સેટ બનાવવામાં આવ્યો હતો અને તેને ફેરવવામાં આવ્યો હતો. મનમોહન દેસાઈ જ આવુ વિચારી શકતા હતા. તેમજ સફળતા પણ મેળતા હતા.

અમિતાભ બચ્ચન આગામી દિવસોમાં એક્ટર ઈમરાન હાશમી સાથે ફિલ્મ ચેહરેમાં જોવા મળશે. હાલમાં જ ફિલ્મના પ્રોડ્યુસરને ફિલ્મને થીયેટરમાં રજૂ કરવાની જાહેરાત કરી હતી. ફિલ્મની રિલીઝને લઈને પ્રશંકરોમાં ખુશી ફેલાઈ છે. પ્રોડ્યુસર આંનદ પંડિતે જણાવ્યું હતું કે, મનોરંજનની સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના સર્વાઈવલ માટે જરૂરી છે. કોરોના મહામારીની બીજી લહેરની અસર ઓછી થઈ રહી છે. આગામી દિવસોમાં સિનેમાઘર ફરીથી શરૂ થઈ જશે અને લોકો મોટી સંખ્યામાં ફિલ્મ જોવા ઉમટી પડશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code