1. Home
  2. ગુજરાતી
  3. T20 WC પહેલા ભારતીય ટીમ આગામી મહિને ઘર આંગણે વન ડે સિરીઝ રમશે
T20 WC પહેલા ભારતીય ટીમ આગામી મહિને ઘર આંગણે વન ડે સિરીઝ રમશે

T20 WC પહેલા ભારતીય ટીમ આગામી મહિને ઘર આંગણે વન ડે સિરીઝ રમશે

0
Social Share

મુંબઈ:વર્લ્ડકપ પહેલા ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકા સામે શ્રેણી રમવાની છે, જેમાં રોહિત શર્મા અને કેએલ રાહુલની જગ્યાએ અનુભવી ઓપનર શિખર ધવનને સ્થાન આપવામાં આવશે.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 6 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર દરમિયાન 3 મેચની વનડે શ્રેણી રમાશે અને ધવન ફરીથી ટીમનો સુકાની બનશે. ધવને છેલ્લા એક વર્ષમાં અલગ-અલગ પ્રસંગોએ ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી છે. ગયા વર્ષે શ્રીલંકા પ્રવાસ દરમિયાન તે ODI અને T20 ટીમનો કેપ્ટન હતો. ત્યારપછી જુલાઈમાં, તેણે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર ODI શ્રેણીમાં કમાન સંભાળી. ત્યારબાદ ઓગસ્ટમાં ઝિમ્બાબ્વેના પ્રવાસ પર પણ તેને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો

T20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમ આ મહિનાના અંતમાં અને આવતા મહિનાની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામે 3 મેચની T20 સિરીઝ રમશે. આ સીરીઝમાં ભારતીય ટીમ રોહિત શર્માની કેપ્ટનશીપમાં મેદાનમાં ઉતરશે અને વર્લ્ડ કપની તૈયારીઓને આખરી ઓપ આપશે.

T20 સીઝનની મધ્યમાં, આ ODI શ્રેણીનું આયોજન જૂની દ્વિપક્ષીય પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવા માટે કરવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં સિરીઝ યોજાવાની છે, પરંતુ અપેક્ષા મુજબ વર્લ્ડ કપમાં જનારી ટીમના મોટાભાગના ખેલાડીઓ આ શ્રેણીમાંથી બહાર થઈ જશે.

એશિયા કપ ભલે ભારતીય ક્રિકેટ ટીમની અપેક્ષાઓ મુજબ ન થયો હોય, પરંતુ આવતા મહિને યોજાનાર ટી20 વર્લ્ડ કપને લઈને ભારતીય ટીમને ઓછો આંકી શકાય નહીં.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code