1. Home
  2. ગુજરાતી
  3. સંચળ એટલે કે હિમાલય સોલ્ટમાં છુપાયેલા છે અનેક ગુણો, આરોગ્ય માટે ફાયદાકારક
સંચળ એટલે કે હિમાલય સોલ્ટમાં છુપાયેલા છે અનેક ગુણો, આરોગ્ય માટે ફાયદાકારક

સંચળ એટલે કે હિમાલય સોલ્ટમાં છુપાયેલા છે અનેક ગુણો, આરોગ્ય માટે ફાયદાકારક

0
Social Share

ભારતમાં સૌથી વધારે મીઠાનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે. જો કે, કોરોના કાળમાં સંચળ એટલે કે હિમાલય સોલ્ટનો વપરાશ વધ્યો છે. આ મીઠુ આરોગ્ય માટે ખુજ જ ફાયદા કારક હોવાની સાથે તેનો આયુર્વેદિક દવામાં વર્ષોથી ઉપયોગ કરવામાં આવે છે. એટલું જ નહીં ભારતમાં અનેક પરિવારો વર્ષોથી આહારમાં પણ સંચળનો ઉપયોગ કરે છે. ભારત સહિત એશિયાના મોટાભાગના દેશોમાં સંચળનો સૌથી વધારે ઉપયોગ થાય છે.
સંચળમાં સોડિયમ ક્લોરાઈડ, સોડિયમ સલ્ફેટ, સોડિયમ બિઝલ્ફેટ, સોડિયમ બિસ્લ્ફાઈટ, આયર્ન સલ્ફાઈડ, સોડિયમ સલ્ફાઈડ અને હાઈડ્રોન સલ્ફાઈડ જેવા પુષ્કળ તત્વો છુપાયેલા છે. આ ઉપરાંત આયર્ન, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા ઘણાં બધાં ખનીજ ઉપલબ્ધ છે. જેથી સાદા મીઠાની સરખામણીમાં આ મીઠું આરોગ્ય માટે ફાયદાકારક હોવાનું તબીબો માને છે.

• અપચાની સમસ્યાથી મળે છુટકારો
સંચળમાં અનેક ગુણધર્મો હોવાથી પાચન ક્રિયાને ફાયદો થાય છે. સંચનના ઉપયોગથી અપચાની સમસ્યાથી છુટકારો મળે છે. આ ઉપરાંત પિત્તાશયમાં પિત્તની રચનાને એટકાવે છે. આમ પચન ક્રિયામાં સારી હોય તો વિવિધ બીમારીઓને દુર રાખી શકાય છે.

• બ્લડપ્રેશરની બીમારીથી પીડિતા લોકોને થશે ફાયદો
હાલના આધુનિક જમાનામાં જંકફુડને લોકો વધારે પસંદ કરે છે. જેથી બ્લડપ્રેશર અને ડાયબીડિસ સહિતની બીમારીથી અનેક લોકો પીડિય છે. આવી બીમારીઓને દૂર રાખવામાં સંચળ ફાયદા કારક છે. યોગ્ય માત્રામાં સંચળનો આહારમાં ઉપયોગ કરવાથી બ્લડપ્રેશર ઘટાડી શકાય છે. આ ઉપરાંત લોહીમાં ગ્લુકોઝની ઉણપમાં પણ ફાયદો થાય છે. આ ઉપરાંત સંચળના નિયમિત ઉપયોગથી લોહી પાતળુ થતું હોવાનું તબીબો માને છે. જેથી કોલેસ્ટરોલ નીચે આવે છે. આમ હ્રદય રોગની બીમારીથી પીડિતા લોકોને ફાયદો થાય છે.

• મોટાપણામાંથી મળશે છુટકારો
સંચળનો નિયમિત ઉપયોગથી યકૃતમાં પિતના ઉત્પાદન નિયંત્રિત થાય છે. જેથી જાડાપણાને દૂર કરવામાં ફાયદો થાય છે. આ ઉપરાંત ગેસની બીમારીથી પીડિત લોકોને પણ સંચળનો ઉપયોગ રાહત મળે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code