
ગમે તેવી પ્લાસ્ટિકની બોટલ, બાઉલ કે ટિફિન બોક્સ વાપરતા ચેતજો, ધ્યાન રાખો આ બાબત
ભારત સહિત સમગ્ર દુનિયામાં પ્લાસ્ટિકની વસ્તુઓનો વપરાશ વધ્યો છે. ઘર હોય કે ઓફિસ દરેક જગ્યાએ પાણીની બોટલ, લંચ બોક્સ સહિતની પ્લાસ્ટિકની વસ્તુઓ જોવા મળે છે. જો કે, આ વસ્તુઓનો ઉપયોગ કરતા પહેલા ધ્યાન રાખવું જરૂરી છે કે, આ પ્લાસ્કિટનો વપરાશ કેટલુ સુરક્ષિત છે. પ્લાસ્ટીકની વસ્તુઓ નીચે લખેલા નંબરના આધારે તેનો કેટલો અને કેવી રીતે ઉપયોગ કરવો તે સરળતાથી જાણી શકો છો.
ટિફિન અને બોટલ પર પાછળ કેટલાય નંબર આપેલા હોય છે. આ રિસાઈકલિંગ નંબર હોય છે. બોક્સની પાછળના ભાગમાં ત્રિકોણાકાર આકારમાં લખેલ નંબર જોશો. ખરીદતી વખતે આ નંબર જોવો અને જાણવો જરૂરી છે. નંબર # 1 બોક્સની પાછળ લખેલ છે, તો તેનો અર્થ એમ છે કે આ કન્ટેનરનો ઉપયોગ ફક્ત એક જ વાર કરી શકો છો. તેનો વારંવાર ઉપયોગથી, તેમાં સૂક્ષ્મજંતુઓ વધવા માંડે છે. નંબર # 2, # 4, # 5 લખેલા બોક્સ ફરીથી ઉપયોગ કરી શકો છો.
નંબર # 3, # 6, # 7 લખેલા પ્લાસ્ટીકના બોક્સ કે બાઉલનો માઈક્રોવેવમાં ઉપયોગ કરી શકાતો નથી. તે ગરમ થતા હાનિકારક તત્વો ખોરાકમાં ભળી જાય છે. ફ્રીઝર સેફ લખેલા બોક્સનો ફ્રીઝર માટે ઉપયોગ કરી શકાય છે. બાઉલ અથવા બોક્સ ઉપર તરંગોનું નિશાન હોય તો તેનો ઉપયોગ માઇક્રોવેવમાં સલામત છે. પાણીનો આકાર બોક્સ પર બનાવવામાં આવ્યો, તો ત્યાં ‘ડીશવોશર’ સુરક્ષિત હોવાના સંકેતો છે.