
ભાવનગર નવા બંદર પર એક વર્ષમાં 28.72 લાખ મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગ કરાયુ
અમદાવાદઃ ભાવનગર નવા બંદર પર કાર્ગો મૂવમેન્ટ વધારવા માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વર્ષ 2022-23 દરમિયાન ભાવનગર નવા બંદર પર લાઇમ સ્ટોન 1194.138, કોલસા 1987.526 અને મીઠુ 113.022 મેટ્રિક ટન હેન્ડલિંગ કરવામાં આવ્યુ હતુ. વર્ષ દરમિયાન કુલ કાર્ગો 33 લાખ ટન જેવો હેન્ડલ કરાયો હતો. જ્યારે વર્ષ 2023-24 દરમિયાન કુલ કાર્ગો હેન્ડલિંગનો આંક 28.72 લાખ મેટ્રિક ટન સુધી રહ્યો હતો.
આગામી વર્ષોમાં કાર્ગો હેન્ડલિંગનો આંકડો 40 લાખ ટન પહોંચાડવા માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા કવાયત ચાલી રહી છે. ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા ભાવનગર નવા બંદર પર કાર્ગોની ક્ષમતા વધારવા માટે થોડા સમય અગાઉ કોન્ક્રિટ જેટીનું વિસ્તૃતિકરણ કરવામાં આવ્યુ હતુ અને આ જેટીને 338 મીટર લંબાઇની કરવામાં આવી હતી.