1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ટ્રક-ડમ્પરો સહિત ભારે વાહનો માટે ફીટનેસ ટેસ્ટિંગ ફરજિયાત, આજથી નવા નિયમો લાગુ પડશે
ટ્રક-ડમ્પરો સહિત ભારે વાહનો માટે ફીટનેસ ટેસ્ટિંગ ફરજિયાત, આજથી નવા નિયમો લાગુ પડશે

ટ્રક-ડમ્પરો સહિત ભારે વાહનો માટે ફીટનેસ ટેસ્ટિંગ ફરજિયાત, આજથી નવા નિયમો લાગુ પડશે

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે ભારે વાહનોના ફીટનેસને લઈને સરકારે કડક નિયમો બનાવ્યા છે. અને તેનો આજે તા. 12મી જુનથી અમલ શરૂ થઈ ગયો છે. રાજ્યભરમાં ભારે વાહનો માટે આજથી ઓટોમેટેડ ટેસ્ટિંગ ફરજિયાત રહેશે. ઓટોમેટેડ ટેસ્ટિંગ વિનાના વાહનો રસ્તા પર દોડતા દેખાશે તો એ ગંભીર ગુનો ગણાશે. પીપીપી ધોરણે 39 ઓટોમેટેડ ટેસ્ટિંગ કાર્યરત દેવાયા છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુજરાતમાં ભારે વાહનોને કારણે અકસ્માત અને અકસ્માતમાં મોતનું પ્રમાણ ખુબ વધ્યું છે. ત્યારે સરકાર દ્વારા આ મુદ્દાને ગંભીરતાથી લઈને નવા નિયમો લાગુ કરી દેવામાં આવ્યાં છે. નવા નિયમો ખુબ કડક બનાવવામાં આવ્યાં છે. બે લગામ બનેલા ભારે વાહનોની રફતાર પર રોક લગાવવા અને અકસ્માતોને અટકાવવા માટે સરકાર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે.  આજથી સમગ્ર રાજ્યમાં ભારે વાહનોની અવરજવર માટેનો નિયમ બદલાઈ ગયા છે. રાજ્યભરમાં ભારે વાહનો માટે ઓટોમેટેડ ટેસ્ટિંગ ફરજિયાત રહેશે. ઓટોમેટેડ ટેસ્ટિંગ વિનાના વાહનો રસ્તા પર દોડતા દેખાશે તો એ ગંભીર ગુનો ગણાશે. પીપીપી ધોરણે 39 ઓટોમેટેડ ટેસ્ટિંગ કાર્યરત કરીને ભ્રષ્ટાચારને ડામવા માટે પણ તંત્ર દ્વારા મોટો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

ગુજરાત રાજયમાં થતા અકસ્માતોમાં ટ્રક, ડમ્પર બિલ્ડીંગ કન્સ્ટ્રકશનમાં વપરાતું મિકસર સહિતના સાધનો મોટાભાગે રાહદારીઓ અને ટુ- વ્હીલરવાળાને અડફેટે લેતા હોય છે. જેના પરિણામે કેટલીય વખત આ વાહનોની બોડીને લઈને પ્રશ્નો ઉઠયા છે ત્યારે બોડી ફિટનેસમાં ચાલતી અનિયમિતતાને દૂર કરીને ભ્રષ્ટાચારને ડામવા માટે ઓટોમેટેડ બોડી ફિટનેશ સેન્ટર શરૂ કરવામાં આવ્યાં છે. તા. 12 જુનથી રાજયના 39 ફિટનેસ સેન્ટરને મંજૂરી આપવામાં આવી છે અને આ ફિટનેસ સેન્ટર શરૂ કરી દેવામાં આવ્યા છે. હવે તમામ કોમર્શીયલ વાહનોએ જેવા કે,બસ, લકઝરી બસ, ટેક્સી, ડમ્પર, ટ્રક સહિતના તમામ ટ્રાન્સપોર્ટ સહિતના વાહનોએ ઓટોમેટેડ ટેસ્ટીંગ ફરજીયાત કરાવવાનું રહેશે. રિક્ષા, એમ્બ્યુલન્સ, સ્કૂલ બસ, થ્રી વ્હીલર સહિતના વાહનોના ફિટનેસ માટે રાજયમાં વિવિધ 39 ઓટોમેટેડ ફિટનેસ સેન્ટર ખોલવામાં આવ્યા છે. આ સેન્ટરમાં રાજય સ૨કારે આ સેન્ટર પીપીપી ધોરણે ખોલ્યા છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code