1. Home
  2. ગુજરાતી
  3. લખનૌ ટીનમે મોટો ઝટકો, કેપ્ટન કેએલ રાહુલ અને ઉનડકટ IPLમાંથી બહાર,
લખનૌ ટીનમે મોટો ઝટકો, કેપ્ટન કેએલ રાહુલ અને ઉનડકટ IPLમાંથી બહાર,

લખનૌ ટીનમે મોટો ઝટકો, કેપ્ટન કેએલ રાહુલ અને ઉનડકટ IPLમાંથી બહાર,

0
Social Share

દિલ્હીઃ-  લખનૌની ટીમને એક મોટો ફટકો પડ્યો છે,પ્રાપ્ત વિગત પ્રમાણે ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચ પહેલા લખનૌને આંચકો લાગ્યો છે. જાણકારી અનુસાર કેએલ રાહુલ હવે આ સિઝનમાં રમતો જોવા મળશે નહીં. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની છેલ્લી મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે રાહુલના પગની માંસપેશીઓ ખેંચાઈ ગઈ હતી જેને લઈને હવે તે આગળની મેચમાં રમતો જોવા મળશે નહી.

આ સાથે જ  એમ પણ જણાવવામાં આવ્યું છે કે હેમસ્ટ્રિંગમાં  રાહુલને ઈજા પહોંચી  છે અને હવે રાહુલ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. લખનૌ માટે આ મોટો ફટકો સાબિત થઈ શકે છે. આ સિવાય ટીમના અન્ય સભ્યો અને ઝડપી બોલર જયદેવ ઉનડકટ પણ ઈજાના કારણે IPLમાંથી બહાર થયા હોવાના સમાચાર આવ્યા છે.

માહિતી છે કે ઉનડકટને ખભામાં ઈજા થઈ છે અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેની હાલત નાજુક  જોવા મળી છે. ઉનડકટને પ્રેક્ટિસ સેશનમાં ઈજા થઈ હતી. આ બંને પર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાંથી બહાર થવાનો ખતરો છે.

કહેવામાં આવી રહ્યું છે કે BCCIની સ્પોર્ટ્સ સાયન્સ અને મેડિકલ ટીમને સિનિયર બેટ્સમેન અને વિકેટકીપર રાહુલને લંડનમાં 7 થી 11 જૂન દરમિયાન યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે તૈયાર કરવામાં મુશ્કેલી પડશે. બાઉન્ડ્રી નજીક માર્કસ સ્ટોઈનિસની ફાફ ડુ પ્લેસિસની કવર ડ્રાઈવને રોકવાનો પ્રયાસ કરતી વખતે રાહુલને તેની જમણી જાંઘમાં આ ઈજા થઈ હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code