
બીગ બોસ 15 OTT : સલમાન ખાન નહીં પરંતુ આ વ્યક્તિ શો ને હોસ્ટ કરશે
- બિગબોસ સિઝન-15ને લઈને મોટા સમાચાર
- શો ને સલમાન ખાન નહી કરે હોસ્ટ
- નવો ચહેરો શો ને હોસ્ટ કરતો જોવા મળશે
મુંબઈ : ટીવીનો સૌથી મોટો રિયાલિટી શો બિગ બોસ 15 ટૂંક સમયમાં શરૂ થવા જઇ રહ્યો છે. દર્શકો આ સિઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વખતેનું બિગ બોસ કોઈપણ રીતે પરંતુ ખૂબ જ ખાસ રહેવાનું છે.આવું પહેલીવાર થશે જ્યારે શોનું પ્રીમિયર ટીવી પર નહીં પરંતુ ઓટીટી પર થશે.
ખરેખર, શોના પ્રથમ 6 અઠવાડિયા ઓટીટી પર બતાવવામાં આવશે.તો ચાલો તમને જણાવી દઈએ કે,આ શોને હોસ્ટ કોણ કરશે. આમ જોઈએ તો દર વખતની જેમ સલમાન ખાન જ આ શોને હોસ્ટ કરે છે, પરંતુ જે ઓટીટી પર આ શોને હોસ્ટ કરવા જઈ રહ્યા છે તે છે કરણ જોહર.કરણ બિગ બોસ ઓટીટીને હોસ્ટ કરશે.
કરણ પહેલા આ માટે સિદ્ધાર્થ શુક્લાનું નામ પણ સામે આવ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું હતું કે, સિદ્ધાર્થ શુક્લા બિગ બોસ ઓટીટી હોસ્ટ કરશે, પરંતુ સ્પોટબોયના અહેવાલ મુજબ આ માટે કરણનું નામ ફાઇનલ થઈ ગયું છે.
જોકે હજી સુધી નિર્માતાઓ અથવા કરણ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ કરણ આ શોને કેવી રીતે હોસ્ટ કરે છે અને તેને પ્રેક્ષકોનો પ્રતિસાદ કેવી રીતે મળશે તે જોવાનું રહેશે.