1. Home
  2. ગુજરાતી
  3. બિહારઃ- જમુઈ પાસે કાર અને ટ્રક ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત, 6 લોકોના મોત,4 ગંભીર રીતે ઘાયલ
બિહારઃ- જમુઈ પાસે કાર અને ટ્રક ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત, 6 લોકોના મોત,4 ગંભીર રીતે ઘાયલ

બિહારઃ- જમુઈ પાસે કાર અને ટ્રક ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત, 6 લોકોના મોત,4 ગંભીર રીતે ઘાયલ

0
Social Share
  • બિહારના જમુઈ પાસે રોડ અકસ્માત
  • કાર અને ટ્રક અથડાતા 6 લોકોના મોત
  • 4 લોકો ગંભીર રીતે ઘાયલ

 

પટનાઃ- દેશના કેટલાક નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટનાો વધી રહી છે,ત્યારે આજે ફરી એક વખત બિહારના હાઈવે પર અકસ્માતની ઘટના બનવા પામી છે, મળતી માહિતી પ્રમાણે બિહારના જમુઈથી એક મોટા માર્ગ અકસ્માતના સમાચાર આવી રહ્યા છે. સિકંદરાને અડીને આવેલા હલસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં, ટ્રક અને સુમો વિક્ટા વચ્ચે સામસામે અથડામણ થતા ભયાનક અકસ્માત સર્જાયો હતો જેમાં છ લોકોના મોત થયા હતા અને ચાર લોકો  ગંભીર રીતે ઘાયલ થયા હતા.

પ્રાપ્ત માહિતીપ્રમાણે, આ અકસ્માત સિકંદરા-શેખપુર મુખ્ય માર્ગ પર સ્થિત પિપરા ગામ પાસે થયો હતો. મૃત્યુ પામેલા લોકોમાં 5 લોકો જમુઈના ખૈરા બ્લોકના નૌડીહાના હોવાનું કહેવાય રહ્યું છે, જ્યારે એક ચૌહાણ જી વિસ્તારનો હોવાની માહિતી મળી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે તમામ લોકો અંતિમ સંસ્કાર માટે જમુઈ ખૈરાથી પટના ગયા હતા. પરત ફરતી વખતે આ અકસ્માત થયો હતો.

ટ્રક અને સુમો વિક્ટા વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ગંભીર રીતે ઘવાયેલા ચાર લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. પોલીસે ઘાયલોને હોસ્પિટલ લઈ જવાની વ્યવસ્થા કરી હતી અને હવે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકો અને ઘાયલોના પરિવારજનોને જાણ કરવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code