
અરબો-કરોડો રુપિયા હોવા છતાં તાલિબાન માટે નકામાઃ અફઘાન પર હુકુમત ચલાવતા તાલિબાન પર આર્થિક સંકટ
- તાલિબાન પર મંડળાી રહ્યું છે આર્થિક સંકટ
- અરબો કરોડો હોવા છત્તા તેને પામવા બન્યા મુશ્કેલ
દિલ્હીઃ- તાલિબાન અફઘાનિસ્તાન પર કબજો મેળવતાં જ માલામાલ બની ચૂક્યું છે, હવે તે મઅફઘાનિસ્તાનની તમામ સંપત્તિનો હકદાર છે, પરંતુ આ હોવા છતાં તે આ પૈસાને સ્પર્શ પણ કરી શકતું નથી. અફઘાનિસ્તાન પર પોતાનું નિયંત્રણ મજબૂત કરવા માટે તાલિબાન સામે સૌથી મોટો પડકાર પૈસા છે. છેલ્લા એક સપ્તાહમાં તેનું વર્ચસ્વ હોવા છતાં, તાલિબાનની સેન્ટ્રલ બેંક અને અબજો ડોલરના આંતરરાષ્ટ્રીય ચલણમાં એન્ટ્રી નથી જે આ સ્થિતિમાં ઉથલપાથલ દરમિયાન દેશને ચલાવી રહ્ય છે.
આ રુપિયા મુખ્યત્વે યુએસ અથવા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના નિયંત્રણ હેઠળ છે. જો કે એકજોતા આ ફાયદા વાળો સોદો છે, જેમાં રાજધાની કાબુલના એરપોર્ટ પરથી લોકોને બહાર કાઢવાનું તણાવપૂર્ણ કાર્ય ચાલી રહ્યું છે. અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી તેના સૈનિકોને પાછા ખેંચવાની 31 ઓગસ્ટની સમયમર્યાદા પહેલા હજારો લોકોને બહાર કાઢવાના છે.
ત્યારે હવે તાલિબાન પાસે આ ભંડોળને મેળવવા માટે કોઈ સંગઠનાત્મક માળખું નથી, જે એવો સંકેત આપે છે કે તાલિબાન અર્થતંત્રને ચલાવવાના પડકારમાં આર્થિક સંટકનો સામનો કરી શકે છે. હવે એમ પણ અફઘાન અર્થતંત્રનું હવે શહેરીકરણ થયું છે અને બે દાયકાની પહેલાની સરખામણીમામં ત્રણગણું બન્યું છે.
આ સ્થિતિ તાલિબાનને આર્થિક કટોકટી તરફ દોરી શકે છે જે દેશમાં રહેવાની અપેક્ષા રાખતા 36 મિલિયન અફઘાનો માટે માનવ સંકટચ બની શકે છે. અફઘાન વ્યૂહરચના અંગે યુએસ સરકારને સલાહ આપનાર એન્થોની કોર્ડસમેને કહ્યું કે, જો તેમની પાસે નોકરીઓ નથી, તો તેઓ લોકોને ખવડાવી શકશે નહીં. તાલિબાનોએ જવાબો શોધવા પડશે. અટકેલા નાણાં અમેરિકા માટે તાલિબાન પર દબાણ લાવવાનું કારણ બની શકે છે