1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. બર્ડ ફ્લૂનો કહેર – મહારાષ્ટ્રમાં 10 હજાર પક્ષીઓને મારીને દફન કરવાનો નિર્ણય લેવાયો
બર્ડ ફ્લૂનો કહેર – મહારાષ્ટ્રમાં 10 હજાર પક્ષીઓને મારીને દફન કરવાનો નિર્ણય લેવાયો

બર્ડ ફ્લૂનો કહેર – મહારાષ્ટ્રમાં 10 હજાર પક્ષીઓને મારીને દફન કરવાનો નિર્ણય લેવાયો

0
  • મહારાષ્ટ્રમામં બર્ડ ફ્લૂનો કહેર
  • 10 હજાર પક્ષીઓને મારવામાં આવશે

દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોના બાદ હવે બર્ડ ફ્લૂનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે અનેક સાવચેતીના પગલાઓ લેવામાં આવી રહ્યા છે, કેન્દ્રીય મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી ગિરિરાજસિંહે સોમવારના રોજ કહ્યું હતું કે માણસોમાં બર્ડ ફ્લૂના ચેપ અંગે કોઈ વૈજ્ઞાનિક રિપોર્ટ નથી. આવી સ્થિતિમાં રાજ્યોએ મંડીઓને બંધ અથવા તો મરઘાં ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ મૂકવો જોઇએ નહીં. તેમનું નિવેદન દિલ્હી સરકારે બહારથી  મંગાવવામાં આવતા પ્રોસેસ્ડ અને પેકેજ્ડ ચિકનની સપ્લાય પર પ્રતિબંધ લગાવ્યા પછી આવ્યું છે.

દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદીયાએ કહ્યું  હતું કે, બહારથી પ્રોસેસ્ડ અને પેકેજ્ડ ચિકનની સપ્લાય પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે તે સામાન્ય ઈન્ફલ્યુએન્ઝા છે જે પક્ષીઓ, પ્રાણીઓ અથવા માણસોમાં ફેલાય છે પરંતુ બર્ડ ફ્લૂ મનુષ્યથી મનુષ્યમાં ફેલાતો નથી. તે ચેપગ્રસ્ત પક્ષીઓના સંપર્ક દ્વારા જ ફેલાય શકે છે

તેમણે કહ્યું કે જે લોકો ચિકન અને ઇંડા ખાય છે, જો તેઓ સંપૂર્ણ રીતે રાંધેલા ચિકન અથવા બાફેલા ઇંડા ખાય છે, તો તેમને ચેપ લાગશે નહીં. રાજ્ય સરકાર તમામ સાવચેતી પગલા લઈ રહી છે અને સરકાર તેનો ફેલાવો અટકાવવા માટે તમામ પ્રયાસ કરી રહી છે, આવી સ્થિતિમાં ગભરાવાની જરૂર નથી.

મહારાષ્ટ્રમાં 10 હજાર પક્ષિઓને મારવામાં આવશે

મહારાષ્ટ્રના પરભણીના મુરમ્બા ગામે બર્ડ ફ્લૂથી 900 મરધીઓના બ્રડ ફ્લૂના કારણે મોત થયા બાદ જિલ્લા વહીવટીતંત્રે 8 હજાર થી 10 હજાર પક્ષીઓને મારીને દફન કરવાનો નિર્ણય લીધો છે. જિલ્લા કલેકટર જણાવ્યું હતું કે બર્ડ ફ્લૂ મરઘીઓના મોતનું કારણ છે. આ પછી, ગામના એક કિલોમીટર ત્રિજ્યામાં પક્ષીઓને મારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ 10 કિ.મી. વિસ્તારને પ્રતિબંધિત ઝોન તરીકે જાહેર કરાયો છે.

સાહિન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published.