
ગઝલ સમ્રાટ પંકજ ઉધાસનો જન્મ દિવસઃ પ્રથમ મ્યુઝિક આલ્બમ હિટ થતા ફિલ્મોમાં ગાવાનો મળ્યો ચાન્સ
મુંબઈઃ પોતાની ગઝલોથી લોકોને મંત્રમુગ્ધ કરનારા જાણીતા ગજલ ગાયક પકંજ ઉધાસનો આજે જન્મ દિવસ છે. તેમનો જન્મ 17મી જુલાઈ 1951માં ગુજરાતામાં રાજકોટના જેતપુરમાં થયો હતો. માત્ર પકંજ ઉધાસ જ નહીં પરંતુ તેમના મોટાભાઈ મનહર ઉધાસ પણ જાણીતા પાર્શ્વગાયક છે. ઘરમાં સંગીતનો માહોલ હોવાના કારણે પંકજ ઉધાસને પણ નાનપણથી જ સંગીતમાં રૂચિ હતી. તેમણે ફિલ્મોમાં ગજલોની સાથે સારા ગીત પણ ગાયા છે. તેમણે માત્ર 7 વર્ષની ઉંમરથી જ ગાવાની શરૂઆત કરી હતી. પહેલા તેઓ માત્ર પોતાના શોખ માટે ગાતા હતા. જો કે તેમના ટેલેન્ટને જોઈને મોટાભાઈ મનહર ઉધાસે તેમને સંગીત ક્ષેત્રમાં આગળ વધવા પ્રોત્સાહિત કર્યાં હતા.
મનહર ઉધાસ સંગીતના કાર્યકરોમાં પંજકને સાથે લઈ જતા હતા. આ દરમિયાન રાજકોટની સંગીત નાટ્ય એકેડમીમાં જોડાયા હતા અને તબલા વગાડતા શીખવા લાગ્યાં હતા. થોડા વર્ષો બાદ તેમનો પરિવાર સારી જીંદગીની તલાસમાં મુંબઈ આવ્યાં હતા. તેમણે અહીંથી સ્નાતકનો અભ્યાસ કર્યો હતો. તે પછી તેમની સંગીતની રૂચિ વધવા લાગી હતી. તેમણે ઉસ્તાદ નવરંગજી પાસેથી સંગીતની શિક્ષા લેવાની શરૂઆત કરી હતી. પંકજ ઉધાસના સિને કેરિયરની શરૂઆત 1972માં રિલીઝ થયેલી ફિલ્મ કામનાથી થઈ હતી. જો કે, ખરાબ નિર્દેશન અને સ્ટોરીને કારણે ફિલ્મ ચાલી ન હતી. જે બાદ ગઝલ ગાયક બનવા માટે તેમણે ઉર્દૂની તાલીમ લેવાની શરૂઆત કરી. તેમણે લગભગ 10 મહિના સુધી ટોરન્ટો રેડિયો અને દૂરદર્શન માટે ગીત ગાયા હતા.
આ સમયગાળા દરમિયાન કેસેટ કંપનીના માલિક મીરચંદાણી સાથે તેમની મુલાકાત થઈ હતી. તેમજ પોતાના નવા આલબમ આહટમાં ગીત ગાવાનો મોકો આપ્યો હતો. આ આલ્બલ ખુબ લોકપ્રિય બન્યું હતું. વર્ષ 1986માં આવેલી નામ ફિલ્મમાં પંકજ ઉધાસના સિને કેરિયરની મહત્વની ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મના તમામ ગીત હિટ થયાં હતા. જો કે, તેમણે ગાયેલુ ‘ચિઠ્ઠી આઈ હૈ’ સૌથી વધારે લોકપ્રિય થયું હતું. આ ફિલ્મની સફળતા બાદ પંકજ ઉધાસને અનેક ફિલ્મોમાં પાશ્વગાયનનો અવસર મળ્યો છે. આ ફિલ્મોમાં ગંગા જમુના સરસ્વતી, બહાર આને તક, થાનેદાર, સાજન, ફિર તેરી કહાની યાદ આઈ, મોહરા સહિત અનેક ફિલ્મોમાં તેમણે ગીત ગાયા છે.
પકંજ ઉધાસના કેરિયરની જેમ તેમની લવસ્ટોરી પણ ખુબ મજેદાર છે. પરંજ અને ફરીદા એક-બીજાને પસંદ કરતા હતા અને પ્રેમ કરતા હોવાથી લગ્ન કરવા માંગતા હતા. જ્યાં સુધી પકંજના પરિવારની વાત છે તો તેઓ ફરીદાને અપનાવવા તૈયાર હતો. બીજી તરફ ફરીદાના પરિવારજનોને આ સંબંધ પસંદ ન હતો. ફરીદાના પિતા નિવૃત પોલીસ કર્મચારી હતા, અંતિ બંનેના પ્રેમને પરિવારજનોએ સ્વિકારી લીધો હતો.