UKમાં ચોરીની વિચિત્ર ઘટનાઃ વૃદ્ધાના ઘરમાંથી અજાણ્યા શખ્સોએ કુંડાની ચોરી કરીને તેના નાણા સાથે એક પત્ર લખ્યો
દિલ્હીઃ યુનાઈટેડ કિંગડમની કોર્નવોલ કાઉન્ટીમાં ચોરીની એક વિચિત્ર ઘટના સામે આવી છે. 80 વર્ષિય વૃદ્ધાના ઘરમાંથી અજાણ્યા શખ્સોએ કુંડાની ચોરી કરી હતી. એટલું જ નહીં તેના નાણા મુકવાની સાથે એક પત્ર લખીને તેઓ ખુશ અને સુરક્ષિત રહે તેવી તસ્કરોએ પ્રાર્થના કરી હતી.
મીડિયા રિપોર્ટ અનુસાર ચોરો જ્યારે ઘરમાં ચોરી કરી ત્યારે વૃદ્ધ મહિલા ટીવી જોઈ રહી હતી. ચોરોએ ચોરી કર્યા બાદ એક લેટર લખીને મુક્યો, તેમાં લખ્યુ હતું કે, હેલો આપ જે પણ હોવ. અમે આ કુંડું ફક્ત એટલા માટે ચોરી કરી રહ્યા છીએ, કેમ કે અમારે તેની જરૂર છે. આપનું આ કુંડુ અમને એટલુ પસંદ આવ્યુ કે, અમારાથી રહેવાયુ નહીં. અમે આ કુંડાની કિંમત તરીકે અહીં 15 યુરો એટલે કે, રૂ. 1289 રૂપિયા મુકીને જઈએ છીએ. આશા રાખીએ છીએ કે, આ કુંડુ એટલા રૂપિયાનું જ હશે. આપને જે તકલીફ પડી એ બદલ અમે દિલગીર છીએ.
વૃદ્ધ મહિલાએ જણાવ્યુ હતું કે, મને વિશ્વાસ જ નથી આવતો કે કોઈ ચોરી કર્યા બાદ પૈસા મુકીને જાય. મેં કોઈની પણ સાથે આવું થતું જોયુ નથી. ચોરોએ આ લેટરને દરવાજાની નીચેથી મારા ઘરમાં નાખ્યો હતો. રાતના લગભગ 9.15 મિનિટ પર કુંડુ ઘરેથી ગાયબ થઈ ગયું હતું. આ કુંડુ તેમના લિવિંગ રૂમમાં રાખેલુ હતું. કુંડુ તેમને ખૂબ પસંદ હતું. ચોરોએ કુંડુ ચોરીને સારૂ નથી કર્યું. તે કોઈ પણ કિંમતે તેને વેચવાની નહોતી.