VB-G RAM G જનજાગરણ અભિયાન અંતર્ગત ભાજપ દ્વારા કાર્યશાળાનું આયોજન
- કાર્યશાળામાં સમગ્ર ગુજરાતમાંથી ભાજપના અપેક્ષિત હોદેદારો રહેશે ઉપસ્થિતિ
ગાંધીનગર, 22 જાન્યુઆરી, 2026 – VB-G RAM G Janajagran Abhiyan મનરેગા યોજનાના નામનો વિવાદ વકરી રહ્યો છે અને એક તરફ કોંગ્રેસે મનરેગા બચાવો અભિયાન શરૂ કર્યું છે ત્યારે ભાજપના નેતાઓ અને કાર્યકરોને વીબી-જી રામ જી યોજના વિશે માહિતગાર કરવા ગુજરાત ભાજપ દ્વારા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.
ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તથા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં “VB-G RAM G” જનજાગરણ અભિયાન અંતર્ગત પ્રદેશ કાર્યશાળાનું આયોજન ૨૩ જાન્યુઆરીના રોજ ગુજરાત પ્રદેશ ભાજપા કાર્યાલય “કમલમ” ખાતે કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ પ્રજાસત્તાક દિવસે દિલ્હીમાં કર્તવ્ય પથ ઉપર ગુજરાતનો ટેબ્લો કેવો હશે? જુઓ VIDEO
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ VB-G RAM G (વિકસિત ભારત -રોજગાર અને આજીવિકાની ગેરંટી મિશન (ગ્રામીણ) બિલ ૨૦૨૫) સંસદમાં પસાર કરવામાં આવ્યું છે. વિકસિત ભારતના ધ્યેય તરફ એક એ ક્રાંતિકારી પગલું છે. તે મનરેગાનું સ્થાન લેશે અને ગ્રામીણ વિકાસને વેગ આપશે, VB-G RAM-Gમાં રિયલ-ટાઈમ ડેટા અપલોડ, GPS અને મોબાઇલ આધારિત મોનિટરિંગ, બાયોમેટ્રિક અને AI ના ઉપયોગથી પારદર્શીતા વધવાથી સાચા લાભાર્થીને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી સીધો જ લાભ તેના બેંક એકાઉન્ટમાં મળશે.
શું છે VB-G RAM-G યોજના?
આ યોજના આજીવિકા અને સંપત્તિઓનું સર્જન કરીને ગ્રામીણ અર્થતંત્રને પણ મજબૂત બનાવશે સાથે સાથે લોકોને વધુ રોજગારી, વધુ આવક અને વધુ આર્થિક સુરક્ષા આપશે. પહેલાની મનરેગા યોજનામાં 100 દિવસ કામ મળતું હતું હવે મોદીજીના નેતૃત્વમાં બનેલી VB-G RAM-G યોજનામાં 125 દિવસ કામની ગેરેંટી મળશે. આમાં કૃષિ ઉત્પાદકતા અને કામદારોની સુરક્ષા બંનેનું બેલેન્સ જળવાયું છે.
આ વિષયને અનુલક્ષીને પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તથા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરભાઈની ઉપસ્થિતિમાં “VB-G RAM G” જનજાગરણ અભિયાન અંતર્ગત પ્રદેશ કાર્યશાળાનું આયોજન ગુજરાત પ્રદેશ ભાજપા કાર્યાલય “શ્રી કમલમ” ખાતે આવતીકાલે, શુક્રવારે બપોરે ૧૨:૦૦ વાગ્યે કરવામાં આવ્યું છે.


