VIDEO : પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં મસ્જિદમાં બ્લાસ્ટ, અનેકના મોતની આશંકા
ઈસ્લામાબાદ, 6 ફેબ્રુઆરી 2026: આતંકીઓનું આકા ગણાતા પાકિસ્તાનમાં હવે આતંકવાદી હુમલામાં વધારો થયો છે. દરમિયાન રાજધાની ઈસ્લામાબાદમાં શુક્રવારની નમાજ વખતે એક મસ્જિદમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. પ્રાથમિક રીતે આ આત્મઘાતી હુમલા માનવામાં આવી રહ્યો છે. આ બનાવની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને બચાવ કામગીરી આરંભી હતી. આ હુમલાની જવાબદારી કોઈ આતંકવાદી સંગઠને હજુ સુધી સ્વિકારી નથી. આ આત્મઘાતી હુમલામાં 50થી વધારે વ્યક્તિના મોત થયાનું ચર્ચાઈ રહ્યું છે. જ્યારે 70થી વધારે વ્યક્તિઓ ઘાયલ થતા તેમને નજીકની 3 હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. જો કે, પાકિસ્તાન સરકારે અત્યાર સુધીમાં 12 વ્યક્તિના મોતની પુષ્ટી કરી છે.
સ્થાનિક મીડિયા અનુસાર, આ બ્લાસ્ટ કસર-એ-ખદીજતુલ કુબરા મસ્જિદમાં થયો છે. તેનો ઈસ્લામાબાદની મોટી મસ્જિદોમાં સમાવેશ થાય છે. આ બનાવ બાદ વીડિયો ફુટેજ પણ પણ વાયરલ થયા છે. જેમાં લોકો નાસભાગ કરતા નજરે પડે છે. આ બ્લાસ્ટને પગલે સુરક્ષાના કારણોસર ઈમરજન્સી લાગુ કરવામાં આવી છે. તારલાઈની જે મસ્જિદમાં બ્લાસ્ટ થયો છે શિયા સમુદાયની જાણીતી મસ્જિદ છે. પાકિસ્તાનમાં શિયા સમુદાયની વસ્તી લગભગ 2 કરોડ જેટલી છે. જે પાકિસ્તાનની કુલ વસ્તીની સરખામણીએ 10થી 12 ટકા જેટલી જ છે.
નવેમ્બર 2025 બાદ ઈસ્લામાબાદમાં બીજો મોટો બ્લાસ્ટ છે. નવેમ્બર 2025માં ઈસ્લામાબાદ કોર્ટની બહાર બ્લાસ્ટ થયો હતો. જેમાં 12 વ્યક્તિના મોત થયા હતા જ્યારે 36 લોકો ઈજાગ્રસ્ત થયાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં સુન્ની સમુહાયની સંખ્યા વધારે છે અને શિયા-સુન્ની વચ્ચે અવાર-નવાર અણ બનાવ બને છે. એટલું જ નહીં શિયા સમુદાયના લોકો ઉપર હુમલાની ઘટનાઓ પણ અવાર-નવાર સામે આવે છે.
આ પણ વાંચોઃ 7 વર્ષ સુધીની સજા હોય તેવા ગુનામાં પોલીસ સીધી ધરપકડ નહીં કરી શકેઃ સુપ્રીમ કોર્ટ


