1. Home
  2. ગુજરાતી
  3. બોલિવૂડ અભિનેતા રાજકુમાર રાવનો આજે જન્મદિવસ,સંઘર્ષ બાદ મળી સફળતા
બોલિવૂડ અભિનેતા રાજકુમાર રાવનો આજે જન્મદિવસ,સંઘર્ષ બાદ મળી સફળતા

બોલિવૂડ અભિનેતા રાજકુમાર રાવનો આજે જન્મદિવસ,સંઘર્ષ બાદ મળી સફળતા

0
Social Share
  • અભિનેતા રાજકુમાર રાવનો આજે જન્મદિવસ
  • સંઘર્ષ કર્યા બાદ મળી સફળતા
  • ફિલ્મ ‘કાઈ પો છે’ થી મળી ઓળખ

મુંબઇ:બોલિવૂડ અભિનેતા રાજકુમાર રાવ આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. રાજકુમાર હંમેશા દરેક પ્રકારના રોલમાં ફિટ રહે છે. રાજકુમાર રાવ પ્રથમ વખત અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘રણ’માં દેખાયા હતા. જોકે અભિનેતાને ફિલ્મ ‘કાઈ પો છે’ થી ઓળખ મળી. તો ચાલો આજે તમને રાજકુમારની કેટલીક ખાસ બાબતોનો પરિચય કરાવીએ.

રાજકુમાર તેમની ઉંમરના તમામ કલાકારોમાં સૌથી અલગ અને મનોરંજક કલાકાર માનવામાં આવે છે.રાજકુમાર રાવનું સાચું નામ રાજકુમાર યાદવ છે. તેનો જન્મ 31 ઓગસ્ટ 1984 ના રોજ ગુરુગ્રામમાં થયો હતો. નાની ઉંમરે રાજકુમારે અભિનયમાં જવાનું નક્કી કર્યું હતું.

કહેવાય છે કે રાજકુમારે શાળાના દિવસોથી થિયેટર કરવાનું શરૂ કર્યું હતું. રાજકુમાર રાવ ગુરુગ્રામથી દિલ્હી થિયેટરમાં જતા હતા જ્યારે દિલ્હી યુનિવર્સિટીની આત્મારામ સનાતન ધર્મ કોલેજમાંથી સ્નાતક થયા હતા.

એકવાર રાજકુમારે પોતે કહ્યું હતું કે, જ્યારે તે વર્ષો પહેલા આર્થિક તંગી સાથે સંઘર્ષ કરી રહ્યો હતો, ત્યારે તેની પાસે એક સમયે શાળા ફી માટે પણ પૈસા નહોતા. આવી સ્થિતિમાં તેના શિક્ષકોએ મળીને બે વર્ષ સુધી તેની ફી ભરી.

એવું કહેવાય છે કે, મુંબઈ આવ્યા પછી પણ રાજકુમારે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો અને તે તેના મિત્ર સાથે બાઇક પર ઓડિશન આપવા જતો હતો. તે સમયે સારા દેખાવા માટે તે પોતાના ચહેરા પર ગુલાબજળ લગાવતો હતો. જો કે, અસ્વીકાર પછી પણ, અભિનેતાએ ક્યારેય હાર માની નથી.

ફિલ્મ ‘શાહિદ’ માં તેમણે વકીલ ‘શાહિદ આઝમી’ની ભૂમિકા ભજવી હતી. આ ભૂમિકા માટે તેમને રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો હતો.અભિનેતા છેલ્લે રૂહી ફિલ્મમાં જોવા મળ્યો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code