1. Home
  2. ગુજરાતી
  3. બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટીનો આજે જન્મદિવસ, જાણો તેના વિશે જાણી-અજાણી કેટલીક વાતો
બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટીનો આજે જન્મદિવસ, જાણો તેના વિશે જાણી-અજાણી કેટલીક વાતો

બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટીનો આજે જન્મદિવસ, જાણો તેના વિશે જાણી-અજાણી કેટલીક વાતો

0
Social Share
  • એક્ટર સુનીલ શેટ્ટીનો આજે જન્મદિવસ
  • સુનીલ ચાહકોની વચ્ચે ‘અન્ના’ તરીકે પ્રખ્યાત
  • ફિલ્મ બલવાનથી બોલિવૂડમાં મારી એન્ટ્રી

મુંબઈ:બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટી લાખો દિલો પર રાજ કરી રહ્યા છે. રોમાન્સ હોય કે એક્શન, સુનીલ હંમેશા દરેક રોલમાં ફિટ રહે છે, આજે સુનીલ શેટ્ટીનો જન્મદિવસ છે. સુનીલનો જન્મ 11 ઓગસ્ટ 1961 ના રોજ કર્ણાટકમાં થયો હતો.

સુનીલ ચાહકોની વચ્ચે ‘અન્ના’ તરીકે પ્રખ્યાત છે. અભિનેતાએ પોતાની કારકિર્દીની શરૂઆત 1992 માં આવેલી ફિલ્મ બલવાનથી કરી હતી. આ પછી તે ‘વક્ત હમારા હૈ’માં જોવા મળ્યા, જેમાં તે પહેલી વાર અક્ષય કુમાર સાથે નજરે પડ્યા હતા અને ફિલ્મ સફળ રહી હતી.

સુનીલે પોતાની કારકિર્દીમાં તમામ પ્રકારની ભૂમિકાઓ કરી હતી. ભાગ્યે જ કોઈ જાણતું હશે કે સુનીલ શેટ્ટીએ હોટલ મેનેજમેન્ટમાં ડિગ્રી મેળવી છે.

એક્ટિંગ સિવાય સુનીલ શેટ્ટી પાસે ઘણી હોટલ છે જે ખૂબ લોકપ્રિય છે.અભિનેતાએ કિક બોક્સિંગમાં બ્લેક બેલ્ટ મેળવ્યો છે.

ચાહકોને ભાગ્યે જ ખબર હશે કે સુનીલ શેટ્ટી સાથે તેની પહેલી ફિલ્મ ‘બલવાન’ દરમિયાન કોઈ અભિનેત્રી કામ કરવા તૈયાર નહોતી કારણ કે તે ન્યૂ કમર હતા. પરંતુ તે સમયે દિવંગત અભિનેત્રી દિવ્યા ભારતીએ તેમની સાથે કામ કરવાનું શરૂ રાખ્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code