1. Home
  2. ગુજરાતી
  3. બોલિવૂડ એક્ટ્રેસ અસિનનો જન્મદિવસ, વાંચો તેની સાઉથ ઈન્ડિયન ફિલ્મથી લઈને બોલિવૂડ સુધીની સફર
બોલિવૂડ એક્ટ્રેસ અસિનનો જન્મદિવસ, વાંચો તેની સાઉથ ઈન્ડિયન ફિલ્મથી લઈને બોલિવૂડ સુધીની સફર

બોલિવૂડ એક્ટ્રેસ અસિનનો જન્મદિવસ, વાંચો તેની સાઉથ ઈન્ડિયન ફિલ્મથી લઈને બોલિવૂડ સુધીની સફર

0
Social Share
  • એક્ટ્રેસ અસિનનો જન્મદિવસ
  • સાઉથની ફિલ્મોમાં કર્યુ કામ
  • બોલિવૂડમાં પણ કર્યું કામ

મુંબઈ :બોલિવૂડ એક્ટ્રેસ અસિન આજે તેનો 36મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. સાઉથમાં ધૂમ મચાવીને બોલિવૂડમાં પગ મૂકનાર અસિન તેની પહેલી જ ફિલ્મથી દરેક જગ્યાએ છવાઈ ગઈ હતી. તેણે આમિર ખાન સાથે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આજે તેમના જન્મદિવસ નિમિત્તે અમે તમને તેમના વિશે કેટલીક રસપ્રદ વાતો જણાવીશું.

અસિનનો જન્મ 26 ઓક્ટોબર 1985ના રોજ કોચીમાં થયો હતો. તેણે પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત મલયાલમ ફિલ્મોથી કરી હતી. વર્ષ 2001માં તેણે એક્ટિંગની દુનિયામાં પગ મૂક્યો હતો.અસિને તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

અસિને તેની બોલિવૂડ કરિયરની શરૂઆત આમિર ખાન સાથેની ફિલ્મ ગજનીથી કરી હતી. આ સાઉથની ફિલ્મની હિન્દી રિમેક છે. આ ફિલ્મ પછી અસિન દરેક જગ્યાએ છવાઈ ગઈ હતી. તેની પહેલી જ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. ગજનીએ બોક્સ ઓફિસ પર 100 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો. તે સમયે એક ફિલ્મ માટે આટલો બિઝનેસ કરવો એ મોટી વાત હતી.

ગજની પછી અસિનનું નસીબ ચમક્યું. તેની પાસે ઘણી બોલિવૂડ ફિલ્મો હતી. તે સલમાન ખાન સાથે ફિલ્મ લંડન ડ્રીમ્સમાં જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બહુ કમાલ કરી શકી ન હતી પરંતુ સલમાન અને અસિનની જોડીને પસંદ કરવામાં આવી હતી.રેડીમાં આ જોડી ફરી એકવાર સાથે જોવા મળી હતી.રેડી બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી અને તેણે 100 કરોડથી વધુની કમાણી કરી હતી.

અસિને પોતાના બોલિવૂડ કરિયરમાં હાઉસફુલ 2, બોલ બચ્ચન, ખિલાડી 786, ઓલ ઈઝ વેલ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ હવે તે ઈન્ડસ્ટ્રીને અલવિદા કહીને ચાલી ગઈ છે. અસિને વર્ષ 2016માં માઈક્રોસોફ્ટના સીઈઓ રાહુલ શર્મા સાથે લગ્ન કર્યા, ત્યારબાદ તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી દીધી. હવે તે તેના પરિવાર સાથે સમય વિતાવે છે. સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code