1. Home
  2. ગુજરાતી
  3. એર ઈન્ડિયા ડિલ -કેન્દ્ર અને ટાટા સન્સ વચ્ચે 18 હજાર કરોડના એક શેર ખરીદ સમજોતા  પર હસ્તાક્ષર
એર ઈન્ડિયા ડિલ -કેન્દ્ર અને ટાટા સન્સ વચ્ચે 18 હજાર કરોડના એક શેર ખરીદ સમજોતા  પર હસ્તાક્ષર

એર ઈન્ડિયા ડિલ -કેન્દ્ર અને ટાટા સન્સ વચ્ચે 18 હજાર કરોડના એક શેર ખરીદ સમજોતા  પર હસ્તાક્ષર

0
Social Share
  • એર ઈન્ડિયા ડિલ મામલે સરકાર અને ટાટા સન્સ વચ્ચે હસ્તાક્ષર
  • એક શેર ખરીદીની સમજોતા પર હસ્તાક્ષર

 

દિલ્હીઃ-વિતેલા દિવસને સોમવારના રોજ  સરકારે રાષ્ટ્રીય વિમાનન કંપની એર ઈન્ડિયાના વેચાણ માટે ટાટા સન્સ સાથે રૂ. 18 હજાર  કરોડના શેર ખરીદી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ મહિનાની શરૂઆતમાં, સરકારે ટાટા ગ્રૂપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સના એકમ ટેલ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રૂ. 2 હજાર 700 કરોડની રોકડ ચૂકવણી કરવા અને એરલાઇનના કુલ ઋણમાંથી રૂ. 15 હજાર 300 કરોડથી વધુની જવાબદારી લેવાનો પ્રસ્તાવ સ્વીકાર્યો હતો.

આ સમગ્ર બાદ 1 ઓક્ટોબરે, ટાટા જૂથને એક પત્ર ઇશ્યૂ જારી કરવામાં આવ્યો હતો જેમાં આ બાબતે પુષ્ટિ કરવામાં આવી હતી કે સરકાર એરલાઇનમાં તેનો 100 ટકા હિસ્સો વેચવા તૈયારી દર્શાવે છે. ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ  વિભાગના સચિવ તુહિન કાંત પાંડેએ  આ બાબતને લઈને ટ્વિટર પર લખ્યું હતું કે, “સરકારે આજે એર ઇન્ડિયાના વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ માટે ટાટા સન્સ સાથે શેર ખરીદી કરાર પર હસ્તાક્ષર કર્યા છે.”

એર ઈન્ડિયાના ડિરેક્ટરવિનોદ હેજમાડી, નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સંયુક્ત સચિવ સત્યેન્દ્ર મિશ્રા અને ટાટા જૂથના સુપ્રકાશ મુખોપાધ્યાયે શેર ખરીદ કરારપર હસ્તાક્ષર કર્યા છે. ટાટા સન્સે હવે ડિસેમ્બરના અંત સુધીમાં એરલાઇન પર ડી ફેક્ટો કંટ્રોલ હાથમાં લેતા પહેલા કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા સહિતના વિવિધ નિયમનકારી સંસ્થાઓ પાસેથી મંજૂરી લેવી પડશે.

એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસની 100 ટકા માલિકીના વેચાણની સાથે સરકાર એર ઈન્ડિયાની ગ્રાઉન્ડ હેન્ડલિંગ આર્મ AISATSમાં એર ઈન્ડિયાના 50 ટકા હિસ્સાનું પણ વિનિવેશ કરી રહી છે.ટાટાએ સસ્તી સેવા આપનારી  એરલાઈન્સ સ્પાઈસ જેટ પ્રવર્તક અજય સિંહની આગેવાની હેઠળના કોન્સોર્ટિયમ દ્વારા15,100 કરોડ રુપિયાની રજુઆત અને ખોટમાં ચાલી રહેલી એરલાઈન્સમાં પોતાની 100 ટકા ભાગીદારીના વેંચાણ માટે સરકાર દ્વારા નિર્ધારીત  12,906 કરોડ રુપિયાના આરક્ષિત કિંમતથી વધીને બોલી લગાવીને સંકટમાંથી પસાર થતી એરલાઈન્સને જીતી હતી.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે 31 ઓગસ્ટ સુધીમાં એર ઈન્ડિયા પર કુલ 61,562 કરોડ રૂપિયાનું દેવું હતું. આ સોદા હેઠળ, આ દેવુંના 75 ટકા અથવા રૂ. 46,262 કરોડ એક વિશેષ એન્ટિટી એર ઇન્ડિયા એસેટ હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડને ટ્રાન્સફર કરવામાં આવશે.ત્યાર બાદ જ ટાટા જૂથને ખોટમાં ચાલી રહેલી એરલાઇન પર નિયંત્રણ આપવામાં આવશે. ટાટાને એર ઈન્ડિયાની નોન-કોર પ્રોપર્ટીઝ જેમ કે દિલ્હીમાં વસંત વિહાર હાઉસિંગ કોલોની, મુંબઈમાં નરીમાન પોઈન્ટ પર એર ઈન્ડિયા બિલ્ડીંગ અને નવી દિલ્હીમાં એર ઈન્ડિયા બિલ્ડીંગ પર નિયંત્રણ રાખવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code