1. Home
  2. ગુજરાતી
  3. બોલિવુડ એક્ટ્રેસ કાજોલની ફિલ્મ ‘ત્રિભંગા’ આ તારીખે થશે રીલીઝ, જાણો
બોલિવુડ એક્ટ્રેસ કાજોલની ફિલ્મ ‘ત્રિભંગા’ આ તારીખે થશે રીલીઝ, જાણો

બોલિવુડ એક્ટ્રેસ કાજોલની ફિલ્મ ‘ત્રિભંગા’ આ તારીખે થશે રીલીઝ, જાણો

0
Social Share
  • OTT ડેબ્યુ માટે કાજોલ તૈયાર
  • ફિલ્મ ‘ત્રિભંગા’નું ટીઝર થયું રીલીઝ
  • ફિલ્મ 15 જાન્યુઆરીએ નેટફ્લિક્સ પર થશે રીલીઝ

બોલિવુડ એક્ટ્રેસ કાજોલની આગામી ફિલ્મ ‘ત્રિભંગા’ નું ટેલર રીલીઝ થઇ ગયું છે. એક્ટ્રેસે શુક્રવારે એક વીડીયોના માધ્યમથી વાર્તા અને પાત્રોની એક ઝલકની સાથે જાહેરાત કરી હતી.

કાજોલે ઈન્સ્ટાગ્રામ પર પણ ધોષણા કરતા લખ્યું હતું કે, ‘त्रिभंगा मतलब टेढ़ी-मेढ़ी, क्रेजी, लेकिन सेक्सी’. 15 જાન્યુઆરીના ત્રિભંગા નેટફ્લિક્સ પર રીલીઝ થશે.

એક્ટ્રેસ ફિલ્મની સાથે ડિજિટલ સ્પેસમાં પણ પ્રવેશ કરશે, જે મુંબઇની પૃષ્ઠભૂમિ પર આધારિત નાટક છે. આ ફિલ્મને અજય દેવગણ પ્રોડ્યૂસ કરી રહ્યા છે. એક્ટ્રેસ રેણુકા શહાણે દ્વારા દિગ્દર્શિત અને લખેલી આ ફિલ્મમાં તન્વી આઝમી અને મિથિલા પાલકર પણ છે.

કાજોલની ત્રિભંગા એ એક જટિલ વાર્તા છે, જે મુંબઈની પૃષ્ઠભૂમિ પર આધારિત એક પરિવારની ત્રણ પેઢીના આધારે વણાયેલી છે.

કાજોલ સ્ટારર તેના પતિ અજય દેવગણ દ્વારા બનાવવામાં આવી છે. હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં કાજોલે ફિલ્મ વિશે વાત કરતા કહ્યું હતું કે, મારી નવી ફિલ્મ સંભવત: જાન્યુઆરીમાં રિલીઝ થશે. તે ત્રણ મહિલાઓ વિશેની એક રસપ્રદ વાર્તા છે. ફિલ્મના શૂટિંગ દરમિયાન મને ખૂબ જ મજા આવી હતી. રેણુકા એક અદ્દભૂત દિગ્દર્શક છે. હવે હું રાહ જોઈ રહી છું કે, લોકો તેના પર કેવી પ્રતિક્રિયા આપે છે.”

દેવાંશી-

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code