1. Home
  2. ગુજરાતી
  3. બોલિવૂડની કપલ કેમેસ્ટ્રી ટાઈગર શ્રોફ અને દીશા પટણી ચર્ચામાં – ડિનર પર જોવા મળ્યા એક સાથે
બોલિવૂડની કપલ કેમેસ્ટ્રી ટાઈગર શ્રોફ અને દીશા પટણી ચર્ચામાં – ડિનર પર જોવા મળ્યા એક સાથે

બોલિવૂડની કપલ કેમેસ્ટ્રી ટાઈગર શ્રોફ અને દીશા પટણી ચર્ચામાં – ડિનર પર જોવા મળ્યા એક સાથે

0
Social Share
  • દિશા પટણી અને ટાઈગર શ્રોફની કેમેસ્ટ્રી
  • મુંબઈમામં ડિનર પર સાથે જોવા મળ્યા
  • સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ

મુંબઈ – રાષ્ટ્રીય ક્રશ તરીકે દર્શકોના દિલમાં રાજ કરતી બોલિવૂડની સુંદર અભિનેત્રી દિશા પટની દર્શકોમાં ખૂબ જાણીતી છે. કેટલીકવાર તેની ફિલ્મ્સને કારણે, તો  ઘણી વખત ટાઇગર શ્રોફ સાથેની રિલેશનશિપને લઈને તે હેડલાઇન્સમાં રહે છે. તાજેતરમાં જ ટાઇગર અને દિશા મુંબઈમાં મોડી રાત્રે એક સાથે જોવા મળ્યા હતા ,જ્યાં બંને ડિનર માટે નઆવ્યા  હતાં. તેમના કેટલીક સુંદર ફોટોસ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે ,આ સાથે જ દિશા પટણીનો ડ્રેસ ફેન્સનું આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

દિશા તેના શાનદાર દેખાવ માટે જાણીતી છે અને તેની ખૂબસુરતીના  સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચર્ચાઓ થતી રહેતી હોય છે. આવી સ્થિતિમાં આ ડિનર ડેટ  વખતે દિશાનો ડ્રેસ પણ ઘણી બધી હેડલાઇન્સનું આકર્ષણ બન્યો હતો, દિશાએ બ્રાઉન પેન્ટ પહેરી હતી જ્યારે ટાઇગર ગ્રીન શર્ટ અને ટ્રેક પેન્ટ પહેરેલો કેઝ્યુઅલ લૂકમાં જોવા મળ્યો હતો.

ટાઇગર અને દિશા ઘણા લાંબા સમયથી એકબીજા સાથે જોવા મળતા રહેતા હોય છે. બંનેએ સત્તાવાર રીતે તેમના આ પ્રમે સંબંધોની જોહેરમાં ક્યારેય વાત કરી  નથી, પરંતુ ઘણીવાર તેઓ સાથે સમય વિતાવતા જોવા મળતા રહેતા છે. આટલું જ નહીં, બંને સોશિયલ મીડિયા પર ઘણીવાર એકબીજાની તસવીર પર કોમેન્ટસ કરતા પણ જોવા મળ્યા છે.

થોડા સમય પહેલા જ્યારે ટાઇગરને ફૂટબોલ મેચ દરમિયાન ઇજા પહોંચી હતી ત્યારે દિશા તેની સાથે હાજર રહી હતી. ટાઇગર જ નહીં પરંતુ તેની માતા આયેશા શ્રોફ અને બહેન ક્રિષ્ના શ્રોફ પણ ઘણા પ્રસંગોમાં દિશા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતા અને એકબીજા સાથે જોવા મળ્યા છે.

સાહિન-

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code