1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કેરળમાં RSSના કાર્યકરની હત્યા, મુસ્લિમ સંગઠનના કાર્યકરોએ કર્યો હતો હુમલો
કેરળમાં RSSના કાર્યકરની હત્યા, મુસ્લિમ સંગઠનના કાર્યકરોએ કર્યો હતો હુમલો

કેરળમાં RSSના કાર્યકરની હત્યા, મુસ્લિમ સંગઠનના કાર્યકરોએ કર્યો હતો હુમલો

0
Social Share

તિરૂવનંતપુરમઃ કેરલના અલાપ્પુજા જિલ્લામાં રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (RSS)ના કાર્યકરની હત્યા કરવામાં આવતા ખળભળાટ  મચી ગયો છે. મુસ્લિમ સંગઠન પીપલ્સ ફ્રન્ટ ઓફ ઈન્ડિયાની રાજકીય શાખા સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા (SDPI)ના કાર્યકરોએ કરી હોવાનું ખૂલ્યું છે. પોલીસ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને આઠ આરોપીઓને ઝડપી લીધા છે. આ બનાવને પગલે ભાજપ અને બીજા હિન્દુ સંગઠનો દ્વારા સમગ્ર વિસ્તારમાં બંધનુ એલાન આપ્યું હતું. કેરલમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ આરએસએસના કાર્યકરની હત્યા કરવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો છે.

 

સુત્રોના જણાવ્યા અનુસાર કેરલમાં છેલ્લા કેટલાક દિવસોથી SDPI અને RSS વચ્ચે તણાવ વધ્યો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ કે. સુરેન્દ્રનની આગેવાનીમાં વિજય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની કાસરગોડ રેલી પછી SDPI દ્વારા વિરોધ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો RSSના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. RSS દ્વારા SDPI સામે સુત્રોચ્ચાર કરીને રેલી યોજી હતી. જે બાદ SDPIના કાર્યકરોએ એક રેલી યોજી હતી. પોલીસના જણાવ્યા અનુસાર RSS અને SDPI અલગ-અલગ રેલી યોજી રહ્યાં હતા ત્યારે તેમની વચ્ચે અથડામણ થઈ હતી.

પોલીસના જણાવ્યા અનુસાર SDPI અને RSSના કાર્યકરો વચ્ચે થયેલી વાયલાર શહેરમાં અથડામણ થઈ હતી. જેમાં બંને સંગઠનના કાર્યકરો ઘાયલ થયાં હતા. આ અથડામણમાં ગંભીર રીતે ઘાયલ RSSના કાર્યકર નંદુનું મોત થયું હતું. તેની ઉપર ધારદાર હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. બીજી તરફ પોલીસે આ અંગેની વધારે જાણકારી આપવાનો ઈનકાર કર્યો હતો. કેરલ ભાજપના પ્રમુખ કે સુરેન્દ્રને આ હત્યાની નિંદા કરીને મુસ્લિમ સંગઠન પીએફઆઈને જવાબદાર ઠેરવ્યુ છે. ભાજપ અને બીજા હિન્દુ સંગઠનો દ્વારા આરએસએસ કાર્યકરની હત્યાના વિરોધમાં સમગ્ર વિસ્તારમાં બંધનુ એલાન અપાયુ છે. જેની અસર જનજીવન ઉપર જોવા મળી હતી.

પોલીસે આ બનાવમાં SDPIના કાર્યકર સુનીર (ઉ.વ. 33), યાસિર (ઉ.વ. 32) અબ્દુલ ખદર (ઉ.વ. 52) મહંમદ અંજ (ઉ.વ. 24), અંસિલ (ઉ.વ. 33), રિયાઝ (ઉ.વ. 38), નિશાદ (ઉ.વ. 32) અને શબુદેને (ઉ.વ. 49)ની ધરપકડ કરી છે. જ્યારે અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત આરંભી છે. આ અથડામણમાં છ વ્યક્તિઓ ઘાયલ થઈ હતી. જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. ઈજાગ્રસ્ત આરએસએસના એક કાર્યકરની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ભાજપના નેતા સુનીલ દેવધરે જણાવ્યું હતું કે, જેહાદી કેરલમાં પોતાનો ક્રુર ચહેરો બતાવી રહ્યાં છે. જેહાદીઓ દ્વારા આરએસએસના એક કાર્યકરની હત્યા કરવામાં આવી છે અને 3 કાર્યકર ગંભીર રીતે ઘાયલ છે. ભાજપના અન્ય નેતા અમિત માલવીયએ જણાવ્યું હતું કે, કેરલના વાયલારમાં SDPI કાર્યકરો દ્વારા કરવામાં આવેલા હુમલામાં આરએસએસના કાર્યકર નંદુ કૃષ્ણનું મોત થયું છે. જે માત્ર 22 વર્ષનો હતો. SDPIએ તાજેતરમાં જ વાયલારમાં ભડકાઉ સુત્રોચ્ચાર કરીને જુલુસ કાઢ્યું હતું. ભાજપના સાંસદ શોભા કરંદલાજે જણાવ્યું હતું કે, જેહાદી-લેફ્ટ નેક્સસે ફરી પિનરાઈ વિજયનના રાજમાં આતંક ફેલાવ્યો છે. જ્યાં સુધીમાં SDPI ઉપર પ્રતિબંધ નહીં ફરમાવવામાં આવે ત્યાં સુધી તેઓ આપણા ભાઈઓને મારતા રહેશે. અલપ્પુજા જિલ્લાના ભાજપના પ્રમુખે જણાવ્યું હતું કે, SDPI દ્વારા પૂર્વ નિયોજીત હત્યા છે. આ હુમલાથી સ્પષ્ટ સંકેત મળે છે કે, અલપ્પુજામાં આતંકવાદી તાકાત વધી રહી છે. પોલીસે તેને ગંભીરતાથી લેવું જોઈએ.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code