1. Home
  2. ગુજરાતી
  3. બોલિવૂડ ક્વિન કંગના રનૌત ઈન્દિરા ગાંઘીના આબેહુબ રોલમાં જોવા મળી – અપકમિંગ ફિલ્મ ‘ઈમરજન્સી’નો ફર્સ્ટ લૂક રિલીઝ
બોલિવૂડ ક્વિન કંગના રનૌત ઈન્દિરા ગાંઘીના આબેહુબ રોલમાં જોવા મળી – અપકમિંગ ફિલ્મ ‘ઈમરજન્સી’નો ફર્સ્ટ લૂક રિલીઝ

બોલિવૂડ ક્વિન કંગના રનૌત ઈન્દિરા ગાંઘીના આબેહુબ રોલમાં જોવા મળી – અપકમિંગ ફિલ્મ ‘ઈમરજન્સી’નો ફર્સ્ટ લૂક રિલીઝ

0
Social Share
  • કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સીનો ફર્સ્ટ લૂર રિલીઝ
  • ઈન્દિરા ગાંઘીના શાનદારો લૂકમાં જોવા મળી કંગના

મુંબઈઃ- બોલિવૂડ ક્વિન કંગના રનૌત હંમેશા સમાચારોન ીહેડલાઈનમાં જોવા મળે છે, તે પછી કોી વિવાદ હોય કે ફિલ્મની જાહેરાત હોય ત્યારે ફરી એક વખત ઈન્દિરા ગાંઘીના રોલમાં કંગના રનૌત ચર્ચામામ આવી છે.જી હા ઈન્દિરા ગાંઘી ઈમરજન્સી નામની ફિલ્મમાં ઈન્દિરા ગાંઘીનો રોલ પ્લે કરી રહી છે

છેલ્લા ઘણા સમયથી આ ફિલ્મ ચર્ચામાં હતી ત્યારે હવે ફિલ્મનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે.કંગના ઈન્દિરા ગાંધીની જેમ ખૂબ જ આકર્ષક લાગે છે.અભિનેત્રી કંગના રનૌતે પોતે જ આ ફિલ્મ ‘ઇમરજન્સી’નો ફર્સ્ટ લૂક ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ ફોટોમાં કંગના ‘ઇન્દિરા ગાંધી’ બનેલી જોવા મળી રહી છે. 

કંગનાએ ફિલ્મની ઝલક પણ બતાવી છે. અભિનેત્રીએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં 1971ની એક ઘટના બતાવવામાં આવી છે. આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે કેટલા અધિકારીઓ ઈન્દિરા ગાંધીને મેડમને બદલે ‘સર’ કહીને સંબોધતા હતા. કંગનાના આ લુકથી લઈને બોલવાની સ્ટાઈલ ખૂબ જ શાનદાર છે.

જૂઓ વીડિયોઃ-ઈન્સ્ટાગ્રામ પેજ ખોલવા આ  લીંક પર ક્લિક કરો

https://www.instagram.com/kanganaranaut/?utm_source=ig_embed&ig_rid=eaf1c2a3-6007-4252-b639-4d738f13894d

જો કંગનાના લૂકની વાત કરીએ તો સફેદ વાળ અને ચહેરા પર થોડી કરચલીઓમાં કંગનાનો અલગ જ લુક દેખાઈ રહ્યો છે. આ ફોટો જોઈને અંદાજો લગાવી શકાય છે કે આ ફિલ્મમાં ‘ઇન્દિરા ગાંધી’ના આહેબુબ રોલમાં કંગના સિનેમાઘરોમાં ધમાલ  મચાવશે.

આ પોસ્ટર શેર કરવાની સાથે કંગનાએ કેપ્શનમાં લખ્યું, ‘ઇમરજન્સીનો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો છે. વિશ્વના ઈતિહાસની સૌથી શક્તિશાળી અને વિવાદાસ્પદ મહિલાઓમાંની એકનું પોટ્રેટ.’

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code