1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દક્ષિણ ગુજરાતમાં મેધ તાંડવ – વસાલડના  કપરાડામાં 24 કલાકમાં 15 ઈંચ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું
દક્ષિણ ગુજરાતમાં મેધ તાંડવ – વસાલડના  કપરાડામાં 24 કલાકમાં 15 ઈંચ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું

દક્ષિણ ગુજરાતમાં મેધ તાંડવ – વસાલડના  કપરાડામાં 24 કલાકમાં 15 ઈંચ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું

0
Social Share
  • દક્ષિણ ગુજરાતમાં  મેધ તાંડવ 
  • વસાલડના  કપરાડામાં 24 કલાકમાં 15 ઈંચ વરસાદ
  • નવસારીની પૂર્ણા નદી બન્ને કાઠે વહેતી થઈ

છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યભરમાં વરસાદોનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે જો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો અહી સતત વરસતા વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કર્યું છે.,ખાસ કરીને સુરતથી ુપરના વિસ્તારોમાં ભારે વરસાદનો કહેર વર્તાી રહ્યો છે.

જેમાં નવસારીની પૂર્ણા નદીમાં ઘોડાપુરથી નીચાણ વાળા વિસ્તારો જળબંબાકાર બન્યા  છે. પૂર્ણા નદીમાં આવેલા પુરથી નીચામવાળા વિસ્તારોને ખાલી કરાવાનો વારો આવ્યો છે,

નદી બન્ને કાઠે વહેતા નવસારીના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. પૂર્ણા નદી પણ ભયજનક સપાટી 25 ફુટ ઉપરથી વટીને 27 ફુટ પર વહી રહી છે. ત્યારે આજે ફરીથી વરસાદે પોતાનો તાંડવ શરુ કર્યો છે.સતત વરસતા વરસાદે હવે ચિંતા વધારી છે.

જો નવસારીની વાત કરીએ તો  શહેરના કાલિયાવાડી, ભેંસત ખાડા, મહાવીર સોસાયટી, રંગુનનગર, કાશીવાડી, બંદર રોડ, શાંતાદેવી રોડ, ગધેવન મહોલ્લો, કબીરપોર, ઠક્કરબાપાનગર, મિથિલા નગરીમાં ગોઠણ સમા પાણી ભરાયેલા જોવા મળ્યા છે, અત્યાર સુધીમાં ચાર હજારતી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.આ સાથે જ 50 હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે,

વલસાડ જિલ્લામાં છેલ્લા 4 દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં સપ્તાહની શરુઆતમાં  મધુબન ડેમમાં 1.52 લાખ ક્યુસેકથી વધુ આવક થઈ રહી હોય ડેમના 10 દરવાજા 4 મીટર સુધી ખોલી 1.50 લાખ ક્યુસેક પાણી દમણગંગા છોડવામાં આવતા દમણગંગા નદી બે કાંઠે વહી રહી છે.જેના કારણે અનેક વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે.

જ્યારે વલસાડના કપરાડા માં છેલ્લા 234 કલાકમાં 15 ઈચં વરસાદ ખાબકતા નવસારી જેવી સ્થિતિ વલસાડ અને કપરાડાની જોવા મળી છેઅહી અત્યાર સુધી અનેક લોકોને સુરક્ષિત રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.નીચાણવાળા વિસ્તારો સમગ્ર પાણીમાં ડૂબી ગયા છે,હાલ પણ વરસાદનો કહેર શરુ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code