પંજાબની ઘટનાને લઈને બોલિવૂડ ક્વિન કંગના રનૌતની જૂની ફેસબૂક પોસ્ટ વાયરલ – પહેલાથી જ કરી હતી ભવિષ્યવાણી, જાણો શું કહ્યું હતું કંગનાએ
- કંગનાની ભવિષ્યવાણી પડી સાચી
- જૂની ફેસબૂક પોસ્ટ વાયરલ
- પંજાબને લઈને કરી હતી ભવિષ્યવાણી
મુંબઈઃ- બોલિવૂડ ક્વિન કંગના રનૌત સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે ચે જેના કારણે કે ચર્ચાનો પણ વિષય બને છે તો ક્યારેક વિવાદમાં પણ સપડાય છએ જો કે તાજેતરમાં કંગનાની એક ભવિષ્યવાણી સાચી પડેલી જોવા મળી રહી છે જેને લઈને તેની ફેસબૂકની જૂની પોસ્ટ વાયરલ થઈ છે .
વાતજાણે એમ છે કે બે વર્ષ પહેલા કંગના રનૌતે કિસાન બિલના વિરોધમાં ખેડૂતોને આતંકવાદી અને ખાલિસ્તાની કહ્યા હતા. જે બાદ કંગનાની આ પોસ્ટને લઈને ઘણો વિવાદ થયો હતો. આ સમગ્ર વિવાદ પછી જ્યારે કંગના પંજાબ પહોંચી ત્યારે તેની કારને ખેડૂતોએ ઘેરી લીધી હતી અને તેને આગળ જતા અટકાવી દીધી હતી. આ ઘટના બાદ કંગનાએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી જે હવે વાયરલ થઈ રહી છે.
ગુરુવારે પંજાબના અમૃતસરમાં અજનાલા પોલીસ સ્ટેશન પર હુમલો થયો હતો. આ પછી, અજનાલા પોલીસ સ્ટેશન ‘વારિસ પંજાબ દે’ સંગઠનના વડા અમૃતપાલ સિંહના સમર્થકો દ્વારા કબજે કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કંગના રનૌતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી હતી.