1. Home
  2. ગુજરાતી
  3. બોલિવૂડ સ્ટાર શાહીદ કપૂર હવે  OTT પ્લેટફોર્મ પર કરશે એન્ટ્રી – થ્રિલર સિરીઝમાં કરશે કામ
બોલિવૂડ સ્ટાર શાહીદ કપૂર હવે  OTT પ્લેટફોર્મ પર કરશે એન્ટ્રી – થ્રિલર સિરીઝમાં કરશે કામ

બોલિવૂડ સ્ટાર શાહીદ કપૂર હવે  OTT પ્લેટફોર્મ પર કરશે એન્ટ્રી – થ્રિલર સિરીઝમાં કરશે કામ

0
Social Share
  • બોલિવૂડ સ્ટાર શાહીદ કપૂર હવે  OTT પ્લેટફોર્મ પર કરશે એન્ટ્રી
  • મોટા બજેટવાળી વેબ સિરીઝમાં કરશે કામ
  • કોરોનાકાળમાં ઓટીટી પ્લેટફોર્મ સફળ રહ્યું
  • ઓડિયન્સ વેબ સિરીઝ તરફ વધુ આકર્ષાય છે

સમગ્ર દેશમાં કોરોનાના કારણે લોકડાઉન કરવાની ફરજ પડી હતી, અને ત્યાર બાદ  બોલિવૂડમાં તમામ ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી હતી, આ સાથે જ દર્શકોનો ઈન્ટરસ પણ આ પ્લેટફઓર્મ પુણ વધેલો જોવા મળ્યો જેને લઈને ફિલ્મોની પણ લાબી કતારો લાગી. વેબ સિરીઝ ફિલ્મોની બોલબાલ કોરોનાકાળમાં ખુબ જોવા મળી રહી છે.અનેક સુપર સ્ટારથી લઈને ટેલી સ્ટારે વેબ સિરીઝમાં એન્ટ્રી કરવાનું શરુ કર્યું છે

ત્યારે હવે કબીર સિંઘ કેમ પાછળ રહે, જી હા, શાહીદ કપુર પણ હવે વેબ સિરીઝમાં આપણાને જોવા મળી શકે છે.અનેક બોલિવૂડ  સ્ટાર્સ પણ વેબ સિરીઝની હોળમાં લાગ્યા છે,શાહીદ કપુર મોટા બજેટમાં બનેલી રહેલી વેબ સિરીઝમાં ટૂંક સમયમાં દર્શકોને જોવા મળશે.આ સિરિઝ થ્રિલરથી ભરપુર હશે.

https://www.instagram.com/shahidkapoor/?utm_source=ig_embed

બોલિવૂડમાં થતી ચર્ચાના આધારે કહીએ તો, શાહિદ કપૂરે મોટી ડિજિટલ વેબ સિરીઝ પર સહી કરી છે. તેનું નિર્દેશન રાજ નિદિમોરૂ અને કૃષ્ણ ડીકે કરશે, જેમણે સ્ત્રી અને ધ ફેમિલી મેન જેવી ફિલ્મો બનાવી છે. ધ ફેમિલી મેનની સફળતા પછી, ઘણા ઓટીટી પ્લેટફોર્મ્સ એક મોટા પ્રોજેક્ટ વિશે ડિરેક્ટર સાથે ચર્ચામાં હતા. અને હવે એક મોટા ઓટીટી પ્લેટફોર્મ એ દિગ્દર્શકો સાથે કરાર કર્યો છે,તે એક ઓરિજનલ શો હશે ,મૂવીમાં જોવા મળતી તમામ વાતોથી રસપ્રદ હશે.

આ એક રોમાંચક વેબ સિરિઝ હોઈ શકે છે. ડાયરેક્ટર રાજ અને ડીકે એ આ પ્રોજેક્ટ માટે અભિનેતા શાહિદ કપૂર સાથે વાત કરી હતી અને શાહિદે પણ આ વેબ સિરીઝમાં કામ કરવા માટે સહમતિ દર્શાવી હતી. જો કે, હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જો કે, એવી સંભાવના છે કે શાહિદ કપૂર આ વેબ સિરીઝનો ભાગ બનશે. તેણે નેટફ્લિક્સ સાથે 100 કરોડની ડીલ પર કોન્ટ્રાક્ટ કર્યો છે

સાહીન-

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code