1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં ફરી બોમ્બનો ફફડાટ: મિરઝાપુર કોર્ટને ઉડાવી દેવાની ધમકી
અમદાવાદમાં ફરી બોમ્બનો ફફડાટ: મિરઝાપુર કોર્ટને ઉડાવી દેવાની ધમકી

અમદાવાદમાં ફરી બોમ્બનો ફફડાટ: મિરઝાપુર કોર્ટને ઉડાવી દેવાની ધમકી

0
Social Share

અમદાવાદ, 5 જાન્યુઆરી 2026:  શહેરમાં એરપોર્ટ, શાળાઓ અને હાઈકોર્ટ બાદ હવે શહેરની મધ્યમાં આવેલી મિરઝાપુર કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. એક અનામી ઈ-મેઈલ દ્વારા કોર્ટ પરિસરમાં બ્લાસ્ટ થશે તેવી ચતવણી આપવામાં આવી હતી. આ ઘટનાને પગલે કોર્ટ પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક મોરચો સંભાળી લીધો હતો.

ધમકીભર્યા મેઈલમાં માત્ર બ્લાસ્ટનો જ ઉલ્લેખ નથી, પરંતુ ગંભીર બાબત એ છે કે તેમાં ‘અમદાવાદ ખાલિસ્તાનના ટાર્ગેટ પર’ હોવાનું પણ જણાવાયું છે. અગાઉ શાળાઓને મળેલી ધમકીઓ બાદ હવે કોર્ટ જેવી સંવેદનશીલ જગ્યાને નિશાન બનાવવાની વાત આવતા ગુપ્તચર એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે. આ ધમકીની જાણ થતા જ મિરઝાપુર કોર્ટ ખાતે સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવી હતી. આ ઉપરાંત બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ મેટલ ડિટેક્ટર અને આધુનિક સાધનો સાથે કોર્ટના ખૂણેખૂણે તપાસ કરી હતી. વિસ્ફોટક પદાર્થોની શોધખોળ માટે સ્નિફર ડોગ્સની મદદ લેવામાં આવી.

આ પણ વાંચોઃ અમરેલી: ખેડૂતોને નકલી ખાતર પધરાવવાનું મસમોટું કૌભાંડ ઝડપાયું

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code