Homeગુજરાતીગુજરાતગુજરાતમાં 77 કરોડનું મ્યુલ એકાઉન્ટનું કૌભાંડ પકડાયુ, 16 આરોપીની ધરપકડ

ગુજરાતમાં 77 કરોડનું મ્યુલ એકાઉન્ટનું કૌભાંડ પકડાયુ, 16 આરોપીની ધરપકડ

ગાંધીનગર, 13 એપ્રિલ 2026:  Mule account scam caught ગુજરાતમાં સાયબર ફ્રોડના બનાવોમાં ચિંતાજનક વધારો થતાં સાયબર સેલ દ્વારા મ્યુલ એકાઉન્ટ પુરા પાડનારા આરોપીઓ સામે ઊંડી તપાસ હાથ ધરી હતી. જેમાં ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે મ્યુલ એકાઉન્ટની સુવિધા પૂરી પાડતા સૌથી મોટા સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે 16 આરોપીની ગેંગને દબોચી લીધી છે. વડોદરા, ગોવા અને પાલનપુરમાં બેસીને ફ્રોડ કરતી ગેંગના તમામ સભ્યોને પકડી લેવાયા છે.

ગુજરાતમાં વધી રહેલા સાયબર ક્રાઈમના બનાવો વચ્ચે ગાંધીનગર CID ક્રાઈમની ‘સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ’ની ટીમે દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સાયબર છેતરપિંડી અને ઓનલાઈન ગેમિંગના કાળા નાણાંને સગેવગે કરવા માટે ભાડે રખાતા ‘મ્યુલ એકાઉન્ટ્સ’ ચલાવતી ગેંગના 16 સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. સાયબર માફિયાઓએ દેશભરમાં અંદાજે 77 કરોડ રૂપિયાથી વધુના સાયબર ફ્રોડ આચર્યા છે અને આ રેકેટની કડીઓ દુબઈ સુધી જોડાયેલી હોવાની પોલીસને આશંકા છે. આ ઉપરાંત, 260થી વધુ બેંક ખાતાઓનો ડેટા અને 375 સાયબર ફ્રોડ સાથે છેડો જોડાયેલો હોવાનું ખૂલ્યું છે.

સાયબર સેલના સૂત્રોના કહેવા મુજબ વડોદરામાંથી આ રેકેટનો મુખ્ય સૂત્રધાર કિરણ કરશનભાઈ જોશી(રહે.થરાદ), સિદ્ધરાજ ગણપતભાઈ શિરવાડિયા, કાંકરેજના મહેશ લાલજીભાઈ જોષી, પાલનપુરના જીગર રાજુભાઈ સોલંકી અને ઓગડના પ્રકાશ રામજીભાઈ જોષીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ ‘શિવમ એજન્સી’, ‘શિવધારા મસાલા બિઝનેસ’ અને ‘એમઆર વોટર’ જેવી બોગસ કંપનીઓ બનાવી તેના નામે બેંક ખાતા ખોલાવતા હતા. આ ખાતાઓના ચેકબુક, ડેબિટ કાર્ડ અને સિમ કાર્ડ તેઓ સાયબર ઠગોને સોંપી દેતા હતા. જેમાં પોલીસે 13 મોબાઈલ ફોન, 13 ચેકબુક, બે પાસબુક અને 4 બ્લેન્ક ચેક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

સાયબર સેલની તપાસમાં એવી હકિકતો જાણવા મળી છે કે, આ ગેંગ ‘ડિજિટલ એરેસ્ટ’, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, યુપીઆઈ સ્કેમ અને પાર્ટ-ટાઈમ જોબના નામે લોકો સાથે ઠગાઈ કરતી હતી. ગેંગ પાસે 260થી વધુ બેંક એકાઉન્ટ્સની વિગતો મળી હતી, જેના દ્વારા નાણાંની હેરાફેરી થતી હતી. રાષ્ટ્રીય સાયબર ક્રાઈમ પોર્ટલ(1930) મુજબ, આ ખાતાઓ સાથે દેશભરની 375 ફરિયાદો જોડાયેલી છે, જેમાં કુલ 77.72 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. આરોપીઓના વોટ્સએપ અને ટેલિગ્રામ ચેટની તપાસમાં દુબઈ અને અન્ય દેશોના સંપર્કો મળી આવ્યા છે. વિદેશમાં બેઠેલા હેન્ડલર્સ સાથે બેંક ખાતાની વિગતો શેર કરવામાં આવતી હતી. આ રેકેટમાં હજુ પણ કેટલાક મોટા માથાઓની સંડોવણી હોવાની શક્યતાને પગલે CIDએ તપાસ તેજ કરી છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img