1. Home
  2. ગુજરાતી
  3. શિયાળામાં વધી શકે છે હાડકાની સમસ્યા,અહીં જાણો બચાવાના ઉપાય
શિયાળામાં વધી શકે છે હાડકાની સમસ્યા,અહીં જાણો બચાવાના ઉપાય

શિયાળામાં વધી શકે છે હાડકાની સમસ્યા,અહીં જાણો બચાવાના ઉપાય

0
Social Share

શિયાળાની ઋતુનું આગમન થઈ ગયું છે. આ ઋતુમાં રોગનું જોખમ વધુ હોય છે.આ ઋતુ દરમિયાન લોકોમાં સાંધાના દુખાવાની સમસ્યા રહેતી હોય છે. ખાસ કરીને ઉંમરલાયક લોકોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે.જોકે તેના ઘણા કારણોમાંથી એક કારણ એ છે કે ખોરાક અને જીવનશૈલી એક રૂટીનમાં ના હોવું. સાંધાના દુખાવાને લઈને સલાહ સુચન તમને ઘણા લોકો આપતા હોય છે પરંતુ કોઈ પણ ઉપચાર કર્યા પહેલા તેના તજજ્ઞનો સંપર્ક કરવો જરૂરી બની જાય છે.

અહીં જાણો બચવાના ઉપાય

શિયાળાની ઋતુમાં તડકામાં રહેવાનો પ્રયત્ન કરો.આના કારણે તમારા શરીરમાં વિટામિન ડીની ઉણપ રહેશે નહીં અને હાડકાં મજબૂત રહેશે.જો તમે સૂર્યપ્રકાશ ન લો તો વિટામિન ડીની ઉણપનું જોખમ રહેલું છે.

ખોરાક પર ધ્યાન આપવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માટે આહારમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન અને વિટામીનનો સમાવેશ કરો.દૂધ અને દહીનો ખોરાકમાં સમાવેશ કરી શકાય. દૂધમાં વિટામિન ડી સારી માત્રામાં હોય છે. એટલા માટે ખોરાકમાં તે વસ્તુઓનો સમાવેશ કરવો જરૂરી છે જેમાં કેલ્શિયમ હોય.

ગરમ તેલથી માલિશ કરવાથી હાડકાને ઘણો ફાયદો થાય છે. તેનાથી હાડકાંને ગરમી મળે છે અને સાંધાના દુખાવાની સમસ્યામાં પણ રાહત મળે છે. રાત્રે સૂતા પહેલા માલિશ કરવાથી ફાયદો થાય છે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code