
બોરિસ જોનસન વડાપ્રધાન તરીકે યથાવત,બ્રિટિશ PMએ વિશ્વાસ મત જીત્યો,પક્ષમાં પડ્યા 211 મત
- બોરિસ જોનસન યુકેના વડાપ્રધાન તરીકે યથાવત રહેશે
- બ્રિટિશ PMએ જીત્યો વિશ્વાસ મત
- પક્ષમાં પડ્યા 211 મત
- 148 સાંસદોએ તેમની વિરુદ્ધમાં કર્યું મતદાન
દિલ્હી:યુકેના વડાપ્રધાન બોરિસ જોનસન ફરી એકવાર વડાપ્રધાન તરીકે યથાવત રહેશે. PM બોરિસ જોનસને સોમવારે સંસદમાં વિશ્વાસ મત જીત્યો હતો. જોનસને ગૃહમાં 211માંથી 148 મત મળ્યા. મળતી માહિતી મુજબ સત્તારૂઢ કન્ઝર્વેટિવ પાર્ટીના 40થી વધુ સાંસદોએ પોતાના જ પીએમના રાજીનામાની માંગ કરી છે.આવી સ્થિતિમાં પીએમ બોરિસને વિશ્વાસ મતનો સામનો કરવો પડ્યો હતો.
યુકેના મીડિયા અનુસાર, બેલેટ પેપરની દેખરેખ રાખનારી પાર્ટી કમિટીના અધ્યક્ષ ગ્રેહામ બ્રેડીએ જણાવ્યું કે,બોરિસ જોનસન 211માંથી 148 વોટ જીત્યા.બોરિસ જોનસનનું નિવેદન પણ સામે આવ્યું છે.જોનસને વિજયને “નિર્ણાયક” ગણાવ્યો.
વાસ્તવમાં, બોરિસ પર આરોપ છે કે,કોરોનાના ફેલાવાને રોકવા માટે લગાવવામાં આવેલા લોકડાઉન વચ્ચે જોનસન 19 જૂન, 2020ના રોજ 56 વર્ષના થયા.આ દરમિયાન ડાઉનિંગ સ્ટ્રીટમાં જોનસનની પત્ની કેરીએ પાર્ટીનું આયોજન કર્યું હતું.આરોપ છે કે,આ કાર્યક્રમમાં લગભગ 30 લોકોએ હાજરી આપી હતી.પરંતુ તે સમયે કોરોના લોકડાઉન અમલમાં હતું, અને કાર્યક્રમોમાં બેથી વધુ લોકોને આવવાની મંજૂરી નહોતી.આ સમગ્ર વિવાદને પાર્ટીગેટ કૌભાંડ નામ આપવામાં આવ્યું હતું.
કોરોના પ્રતિબંધ દરમિયાન, ડાઉનિંગ સ્ટ્રીટના કેબિનેટ રૂમમાં આયોજિત પાર્ટી માટે બોરિસ જોનસન, તેની પત્ની સહિત ઘણા લોકોને દંડ ફટકારવામાં આવ્યો હતો.જોનસને અગાઉ કહ્યું હતું કે,ડાઉનિંગ સ્ટ્રીટ સરકારી માર્ગદર્શિકાનું પાલન કરે છે.અગાઉ, યુકેના પીએમ બોરિસ જોનસનની પત્ની કેરી જોનસને પુષ્ટિ કરી હતી કે,તેણે આ કેસમાં દંડ ચૂકવ્યો છે અને માફી માંગી છે.પરંતુ આ પછી પણ તેમની ખુરશી જોખમમાં છે.બોરિસના રાજીનામાની માંગ સતત વધી રહી છે.
આ દરમિયાન વેકફિલ્ડમાં 23 જૂને યોજાનારી આગામી પેટાચૂંટણી પહેલા મતદાર સર્વેક્ષણ પણ બહાર આવ્યું હતું.જે મુજબ પાર્ટીગેટ કાંડ કેસને કારણે કન્ઝર્વેટિવ પાર્ટી લગભગ 20 ટકાના માર્જીનથી ચૂંટણી હારી જવાની આશંકા હતી.માનવામાં આવી રહ્યું હતું કે આ પેટાચૂંટણીમાં લેબર પાર્ટીને ઘણું સમર્થન મળી શકે છે.આવી સ્થિતિમાં, આ પરિણામો બોરિસ જોનસનના રાજીનામાની માંગને વધુ મજબૂત બનાવી શકતા હતા.