1. Home
  2. ગુજરાતી
  3. Boss Ladyનો વાઈરલ વીડિયો: લેનમાં બસ ઘૂસી તો બહાદૂર મહિલાએ સડકની વચ્ચે ઉભી રાખી દીધી સ્કૂટી
Boss Ladyનો વાઈરલ વીડિયો:  લેનમાં બસ ઘૂસી તો બહાદૂર મહિલાએ સડકની વચ્ચે ઉભી રાખી દીધી સ્કૂટી

Boss Ladyનો વાઈરલ વીડિયો: લેનમાં બસ ઘૂસી તો બહાદૂર મહિલાએ સડકની વચ્ચે ઉભી રાખી દીધી સ્કૂટી

0
Social Share
  • સોશયલ મીડિયા પર વાઈરલ થયો મહિલાનો વીડિયો
  • સડક પર બસવાળાને લેન બદલવા માટે કર્યો મજબૂર
  • ટ્વિટર પર Boss Ladyની થઈ રહી છે ખૂબ પ્રશંસા

જો તમે સાચા છો, તો દુનિયાની કોઈપણ શક્તિ તમને ડગાવી શકે નહીં. અવારનવાર આ વાત કહેવામાં આવે છે અને શીખવાડવામાં આવે છે. પરંતુ હાલના દિવસોમાં સોશયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જે દર્શાવે છે કે આ ઉક્તિ સાચી છે.

કેરળમાં એક બસ જ્યારે ખોટી લેનમાં ઘૂસવા લાગી, તો એક સ્કૂટી સવાર મહિલાએ તેની સામે ટસથી મસ થયા વગર પોતાનું વાહન ઉભું રાખ્યું, કારણ કે તે યોગ્ય લેનમાં હતી. હવે સોશયલ મીડિયા પર આ મહિલાને બોસ લેડી ગણાવવામાં આવી રહી છે.

આ વાઈરલ વીડિયો કેરળનો છે, જેણે સોશયલ મીડિયા પર તોફાન લાવી દીધું છે. હકીકતમાં વીડિયોમાં દેખાય રહ્યું છે કે મહિલા સ્કૂટી પર સવાર છે અને સડકની ડાબી લેન પર છે. પરંતુ બરાબર તેની સામે એક બસ છે. વાહનવ્યવહારના નિયમો પ્રમાણે, વાહનચાલકે પોતાના ગંતવ્યની ડાબી લેનમાં જ રહેવુ જોઈએ. આ નિયમો પ્રમાણે મહિલા તેની યોગ્ય લેનમાં છે. જો કે આ વીડિયો ક્યારનો છે અને ક્યાં શહેરનો છે, તેની કોઈ જાણકારી નથી.

વીડિયો સોશયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે અને લોકો મહિલાની પ્રશંસા કરી રહ્યા છે. કેટલાક સોશયલ યૂઝર્સે આ મહિલાને બોસ લેડી ગણાવી છે. તો કેટલાક લોકોએ કહ્યુ છે કે જો આ ઉત્તર ભારતમાં હોત, તો તેનું પરિણામ કંઈક અલગ જ હોત.

મહત્વપૂર્ણ છે કે સોશયલ મીડિયા પર હાલના દિવસોમાં ટ્રાફિક નિયમો અથવા તો પછી સડક સાથે જોડાયેલા કેટલાક વીડિયો સતત વાઈરલ થઈ રહ્યા છે અથા તેના પર મીમ બની રહ્યા છે. 1 સપ્ટેમ્બરથી દેશમાં નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થયો છે અને તે વચ્ચે આ વીડિયો આવ્યો છે, તો સોશયલ મીડિયા પર તેણે ધૂમ મચાવી દીધી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code