1. Home
  2. ગુજરાતી
  3. ઈમરાન પોતાની માળા લઈને ડોનાલ્ડ ટ્રમ્પને મળવા ગયા, તેમના પર જાદૂટોણા કરી રહ્યા હતા : તારેક ફતહ
ઈમરાન પોતાની માળા લઈને ડોનાલ્ડ ટ્રમ્પને મળવા ગયા, તેમના પર જાદૂટોણા કરી રહ્યા હતા : તારેક ફતહ

ઈમરાન પોતાની માળા લઈને ડોનાલ્ડ ટ્રમ્પને મળવા ગયા, તેમના પર જાદૂટોણા કરી રહ્યા હતા : તારેક ફતહ

0
  • તારેક ફતહે કાઢી પાકિસ્તાનની ઝાટકણી
  • ઈમરાન-ટ્રમ્પની મુલાકાત પર કરી ટીપ્પણી
  • પાકિસ્તાનમાં લઘુમતીઓ પર થઈ રહ્યા છે અત્યાચાર

ન્યૂયોર્ક :પાકિસ્તાની મૂળના કેનેડિયન લેખક તારેક ફતહે ઈમરાન ખાન અને પાકિસ્તાની સરકાર પર નિશાન સાધ્યું છે. ભારતીય ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં પાકિસ્તાનની નીતિઓના કટુ આલોચક તારેક ફતહે કહ્યુ છે કે પાકિસ્તાનની અંદર ભયાનક ચીજો થઈ રહી છે, સિંધમાં હિંદુ બાળકીઓનું બળજબરીથી ધર્માંતરણ થઈ રહ્યું છે. યુવતીઓ ગાયબ થઈ રહી છે, બળાત્કાર થઈ રહ્યા છે, લઘુમતીઓ પર અત્યાચાર થઈ રહ્યા છે.

તેમણે કહ્યુ છે કે પાકિસ્તાન, અમેરિકાના નાણાંથી ચાલી રહ્યું છે. જ્યારે અમેરિકાના આ જુલ્મોની વાત જણાવવામાં આવે છે, તો કહેવામાં આવે છે આ શક્ય નથી. આ કેવી રીતે થઈ શકે છે? ખતરનાક ટ્રેન્ડ ચાલી રહ્યો છે. પાકિસ્તાનમાં હિંદુ-શીખ, ખ્રિસ્તી બાળકીઓને નિશાન બનાવવામાં આવી રહી છે. તેમને દેહવ્યાપાર માટે ચીન મોકલવામાં આવી રહી છે

તેમણે ઈમરાન અને ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત પર પણ નિશાન સાધતા કહ્યુ છે કે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ પર ઈમરાન ખાન જાદૂટોણા કરી રહ્યા હતા. તે પોતાની માળા (તજબી) લઈને બોલી રહ્યા હતા અને જાદૂ કરી રહ્યા હતા. ડર એ વાતનો છે કે પાકિસ્તાન પાસે પરમાણુ હથિયાર પણ છે.

જમ્મુ-કાશ્મીરના મામલા પર તારેક ફતહે કહ્યુ છે કે કાશ્મીર પર પહેલા હિંદુસ્તાન બેટિંગ કરી રહ્યું હતું, હવે ગિલગિત-બાલ્તિસ્તાનની વાપસીની માગણી થઈ રહી છે. પહેલીવાર ભારતમાં કોઈએ કાશ્મીર કાર્ડ ખેલ્યું છે અને પાકિસ્તાનને જવાબદેહ બનાવ્યું છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની અંદર લોકો આઝાદીની માગણી કરી રહ્યા છે. કેટલા દેખાવો થયા, પાકિસ્તાન આઝાદ કાશ્મીરને આઝાદ કેમ કરતું નથી? આઝાદ કાશ્મીરને સંયુક્ત રાષ્ટ્રના સદસ્ય કેમ બનાવતું નથી? આઝાદ કાશ્મીરના વડાપ્રધાન પાકિસ્તાનના સેક્રેટરીને રિપોર્ટ કરે છે.

તેમણે ભારતના સંદર્ભે કહ્યુ છે કે આ દેશે ન જાણે કેટલી સભ્યતાઓ વિશ્વને આપી છે. સિંધ વગર ક્યારે હિંદ બની શકે નહીં. પીએમ મોદીએ રાઈટ અને લેફ્ટ પોલિટિક્સના અર્થો બદલી નાખ્યા છે.

પાકિસ્તાન અને આતંકવાદના મુદ્દાઓ પર તારેક ફતહે પાકિસ્તાનના ટુકડા થઈ જશે. આપણે ત્યાં મુસ્લિમોમાં મોતની બાદની જ જિંદગી હોવાની વાત કહેવામાં આવે છે, જન્નતનો રસ્તો માને છે. કટ્ટરપંથ આના કારણે જ પેદા થયો છે. પેલેસ્ટાઈનમાં મિઠાઈન બને છે, જ્યાં તેમના બોમ્બને કારણે મરી જાય છે. આ એવું મુસ્લિમ ફેક્ટર છે, જે ડરામણું છે. ખાલિદ શેખ જે 9/11ના આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ છે, તે પાકિસ્તાની છે. 6થી 7 આતંકી સંગઠન અને તેના માસ્ટરમાઈન્ડ પાકિસ્તાનમાં બેઠેલા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.