1. Home
  2. ગુજરાતી
  3. સાઉથની ફિલ્મ KGF 2ની બોક્સ ઓફીસ શાનદાર રજૂઆત – હિન્દી વર્ઝન 300 કરોડની ક્લબમાં સામેલ
સાઉથની ફિલ્મ KGF 2ની બોક્સ ઓફીસ શાનદાર રજૂઆત –  હિન્દી વર્ઝન 300 કરોડની ક્લબમાં સામેલ

સાઉથની ફિલ્મ KGF 2ની બોક્સ ઓફીસ શાનદાર રજૂઆત – હિન્દી વર્ઝન 300 કરોડની ક્લબમાં સામેલ

0
Social Share
  • સાઉથની ફિલ્મ KGF 2ની બોક્સ ઓફીસ પર કમાલ
  • હિન્દી વર્ઝન 300 કરોડની ક્લબમાં સામેલ
  • હાલ પણ દર્શકો સિનેમાઘરોમાં ફિલ્મ જોવા ઉત્સુક

સાઉથની ફિલ્મોનો હવે દબદબો જોવા મળી રહ્યો છે. આ ફિલ્મો હવે બોલિવૂડની ફિલ્મોની કમાણી અને દર્શકોને ટક્કર આપી રહી છે, સાઉથ ફઇલ્મને જોનારા દર્શકો વધ્યા છે જેની સીઘી અસર તેના કલેક્શન પર જોવા મળી છે, તાજેતરમાં 10 દિવસ પહેલા જ રિલીઝ થયેલી ફિલ્મ કેજીએફ ચેપ્ટર 2 દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે જેને લઈને દિવસેને દિવસે તેની કમાણીનો આંકડો બમણો થતો જોવા મળી રહ્યો છે

સાઉથ સુપર સ્ટાર યશ, શ્રીનિધિ શેટ્ટી, રવિના ટંડન અને સંજય દત્ત સ્ટારર પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત ‘KGF 2’ એ તેની રિલીઝના 10મા દિવસે ફરી એક નવો રેકોર્ડ સર્જેયો  છે. આ ફિલ્મે તેની રિલીઝના બીજા શનિવારે હિન્દીમાં  300 કરોડનો આંકડાને પાર કર્યો છે, આ ફિલ્મ હવે હિન્દીમાં રિલીઝ થવાથી અત્યાર સુધી રિલીઝ થયેલી ફિલ્મોમાં 10મી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મ હિન્દી ટોપ 10 સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મોની યાદીમાં સમાવેશ પામી  છે.

ફિલ્મ ‘KGF 2’ એ તેની રિલીઝના બીજા વીકમાં પણ સ્થાનિક બોક્સ ઓફિસ પર તેની મજબૂત પકડ જાળવી રાખી છે. ફિલ્મે તેની રિલીઝના 10મા દિવસે પણ લગભગ 18 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. પ્રથમ સપ્તાહમાં 268.63 કરોડની કમાણી કરનારી ફિલ્મે શુક્રવારે બીજા સપ્તાહમાં 19 કરોડની આસપાસ કમાણી કરી હતી. હવે શનિવારે તેની કમાણીના આંકડા સામે આવી રહ્યા છે, જે મુજબ ફિલ્મના હિન્દી વર્ઝન 300 કરોડનો આંકડો પાર કરી ગયો છે. હિન્દીમાં ફિલ્મનું નેટ કલેક્શન હવે 305 કરોડ રૂપિયાની આસપાસ છે.આ સાથે જ આજે રવિવારનો લાભ પણ ફિલ્મને મળશે,હાલ પમ રિલીઝીના આટલા દિવસો બાગ દરશકો સિનેમાઘરોમાં આ ફિલ્મ જોવાનું પસંદ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા બાહુબલી ,પુષ્પા અને આરઆરઆર જેવી ફિલ્મોએ પણ સિનેમાઘરોમાં ઘમાલ મચાવી હતી.જોના પરથી એમ કહવું રહ્યું કે હવે દરશકો સાઉથની ફિલ્મો કરફ પમ વળ્યા છે. મોટા પ્રમાણમાં સાઉથ ફઇલ્મોના હિન્દી વર્ઝન કમાણી કરવામાં બોલિવૂજની ફિલ્મોને ટક્કર આપી રહ્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code